પુરુષોત્તમ મેવાડા ‘સાજ’ ~ વાત કર Purushottam Mevada

તું મને સમજી શકે તો વાત કર,

કાં તને સમજી શકે તો વાત કર.

ના બડાઈ હાંક મોટા શહેરની,

સંપ ને સમજી શકે તો વાત

જો કરે સંવાદ તો રસ્તો મળે,

અન્યને સમજી શકે તો વાત કર.

પ્રેમ માનો હોય એની ના નથી,

બાપને સમજી શકે તો વાત કર.

પાન ખરશે એમ કૂમ્પળ ફૂટશે,

મોતને સમજી શકે તો વાત કર.

પુસ્તકો વાંચી કહે પંડિત થયો,

કૃષ્ણને સમજી શકે તો વાત કર.

વાદ્યના સૂરો બધા અકબંધ છે,

‘સાજ’ને સમજી શકે તો વાત કર.

~ ‘સાજ’ મેવાડા 

વાત જીવનની છે, વાત જીવનમાં હોવી જોઈએ એ સમજણની છે. અને એ સરળતાથી સરસ રીતે કહેવાઈ છે. વ્યવસાયે તબીબ એવા ડો. પુરુષોત્તમ મેવાડા ‘સાજ’ ઉપનામ ધરીને ગઝલના ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. હવે તેઓ પોતાના મૂળ નામ પુરુષોત્તમને વિસારી દેવા માંગે છે…. જ્યારે સજી લીધા છે સૂર શબ્દના સાજ પછી અવર નામનો મોહ શા માટે ? 

કવિએ મજાનાં બે કાવ્યસંગ્રહો આપ્યા છે, ‘મઝધાર’ અને ‘સન્નાટાની પળોમાં’

9.1.22

***

આભાર

10-01-2022

આભાર છબીલભાઈ, કિશોરભાઇ, બકુલેશભાઈ.

મેવાડાજી અમારો આનંદ આનંદ

‘કાવ્યવિશ્વ’ના સૌ મુલાકાતી મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

10-01-2022

આજની સાજ મેવાડા સાહેબ ની રચના ખુબ ગમી જીવન મા હકારાત્મક અભિગમ અને સરળતા જિવન ને શ્રેષ્ઠતા તરફ લઇ જાય છે વ્યવસાય ગમે તે હોય પણ હ્રદય મા ભાવ હોય તોજ કવિતા સર્જાઈ છે ડૉકટર સાહેબ ને વંદન

સાજ મેવાડા

09-01-2022

આદરણીય લતાજી, આપનો ખૂબ આભારી છું.

કિશોર બારોટ

09-01-2022

બહુ સુંદર ગઝલ

Bakupesh Desai

09-01-2022

સરસ ગઝલ..સરસ આસ્વાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: