વંદના ભટ્ટ ~ Vandana Bhatt

બરફગોળો  ~ વંદના ભટ્ટ

સફેદ પારદર્શક કાચ જેવા બરફને

સંચે ચડાવી

ગોળાવાળો બરફને છોલતો

સફેદ રૂના પોલ જેવા બરફમાં

સળી ભરાવી, ગોળો વાળી

મારી સામે પ્રશ્નાર્થ નજરે જોતો

હું બોલતી, ‘ઓરેન્જ’

અસ્ત થતા ઓરેન્જ સૂર્યમાં

આંગળી ભરાવી

હું ચૂસું છું સૂર્યને

કે અસ્ત થવા આવેલ જીવનને !

~ વંદના ભટ્ટ (વંદના શાંતુઇન્દુ)

વંદના ભટ્ટનું આ નાનકડું અછાંદસ ખૂબ સ્પર્શી જાય એવું છે. આમ તો આવા બીજાં કેટલાય અછાંદસ આ સંગ્રહમાં મળે છે. ‘બરફગોળા’ જેવી તદ્દન સામાન્ય ઘટનાને ઘડીકમાં આમ ચિંતનના ચાકડે મૂકી કાવ્યત્વથી રસભરપૂર બનાવી દેવી એ કળા છે અને સલામને પાત્ર ! હમણાં જ એમની વાર્તા ખૂબ સરસ વાર્તા ‘ગુજબા-રાતી’નું નાટ્યરૂપાંતર અને મંચન થયું અને એ ઘણું લોકપ્રિય થયું. અભિનંદન વંદનાબહેન.

વંદના ભટ્ટનો આ પ્રથમ કાવ્યસંગ્રહ છે – ‘હું નરસૈયો નથી’. હૃદયને સ્પર્શી જાય એવા અછાંદસ કાવ્યોનો સંગ્રહ છે. ‘કાવ્યવિશ્વ’માં આપનું સ્વાગત છે…

7.1.22

આભાર

10-01-2022

આભાર મેવાડાજી અને છબીલભાઈ

‘કાવ્યવિશ્વ’ના સૌ મુલાકાતી મિત્રોનો આભાર.

સાજ મેવાડા

07-01-2022

કવિયત્રી વંદનાજી ખૂબ સરસ લખે છે, આ અછાંદસ તો અદ્ભૂત છે.

છબીલભાઈ ત્રિવેદી

07-01-2022

આજનુ વંદના ભટ્ટ નુ કાવ્ય ખુબજ સુન્દર બરફ ના ગોલા નુ રૂપક લઇ ને ખુબ સરસ વાત કવિયત્રી દ્નારા કહેવામા આવી તે ખુબજ અભિનંદન ને પાત્ર છે આપને પણ સલામ નવાનવા કવિઓ ના કાવ્ય લાવવા બદલ ખુબજ વિવિધતા કાવ્યવિશ્ર્વ મા આપ લાવો છો તે મહેનત અને અથાગ પરિશ્રમ નુ કામ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: