અંજના ગોસ્વામી ~ તેં કહ્યું ‘તું * Anjana Goswami

તેં કહ્યું તું મને ~ અંજના ગોસ્વામી અંજુમ આનંદ

તેં કહ્યું ‘તું મને એ બધું યાદ કર
આપણી વચ્ચે જે પણ હતું, યાદ કર.

જિંદગી થઈ ‘તી જેના થકી તરબતર
તું કમોસમનું એ માવઠું યાદ કર.

ને સમજ આમ તો બહુ હતી બેઉમાં
તો પછી ક્યાં પડ્યું વાંકુ ? તું યાદ કર.

કોઈ પણ વાતમાં આપણે ખુશ હતાં
એ બધું સુખ હવે ક્યાં ગયું ? યાદ કર.

રાહ છે તારી ને રહેશે હરપળ મને
બસ, વચન તારું જે પણ હતું યાદ કર.

~ અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’ 

‘યાદ કર’ અંજનાજીના ગઝલસંગ્રહનું નામ છે અને આ એ જ રદ્દીફવાળી ગઝલ ! કવિતા કે સાહિત્ય આખરે અંદરના દરિયાને ઠાલવવાનું જ માધ્યમ છે ને !

ભાવનગરના કવિ અંજનાજીમાં વળી એક નોંધપાત્ર વાત મને આ મળી કે ઘર-પરિવારમાં બાવીસ વર્ષ વીતાવ્યા પછી એ સાહિત્યસર્જન તરફ વળ્યા ગુજરાતી ભાષાને આવા અનેક સ્ત્રી સર્જકો મળ્યા છે કે જો એમણે પહેલેથી અંગત ડાયરીથી આગળ વધીને સર્જન ચાલુ રાખ્યું હોત તો આજે વધારે ઊંચાઈએ હોત !

સરસ મજાના મુખપૃષ્ઠવાળો ગઝલ સંગ્રહ ‘યાદ કર’ને કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, ડો. પથિક પરમાર અને કિરણસિંહ ચૌહાણનો આવકાર સાંપડ્યો છે એ આનંદની વાત છે.

‘કાવ્યવિશ્વ’ના આંગણે અંજનાજીનું સ્વાગત છે.  

11.1.22

આભાર

12-01-2022

આભાર છબીલભાઈ

સાચું છે મેવાડાજી

અંજનાજી, અમારો આનંદ

‘કાવ્યવિશ્વ’ના સૌ મુલાકાતી મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

12-01-2022

આજની અંજના ગોસ્વામી ની રચના ખુબ સરસ નવાનવા રચના કારો કાવ્યવિશ્ર્વ મા આપ લાવો છો અેટલે કાવ્ય વૈવિધ્ય જળવાઈ રહે છે ખુબ ખુબ અભિનંદન

સાજ મેવાડા

11-01-2022

આદરણીય લતાજી, આપની સાથે હું સહમત છું કે કાવ્ય, ખાસ તો ગઝલ લાગણીઓને વ્યક્ત કરવાનું સબળ માધ્યમ છેં. એ રીતે વેદનાોનું પણ બાષ્પીભવન(catharsis) થઇ જાય છૈ. આ ગઝલની સરળ નિખાલસ અભિવ્યક્તી સ્પર્શી જાય છે.

anjana goswami

11-01-2022

ખૂબ ખૂબ આભાર આપનો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: