સુંદરમ ~ એક સવારે

એક સવારે આવી,
મુજને કોણ ગયું ઝબકાવી ?

વસંતની ફૂલમાળા પહેરી,
કોકિલની લઈ બંસી,
પરાગની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી ?

કિરણ તણી કોમળ અંગુલિએ
રમ્ય રચી રંગોળી,
સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઝબકોળી ?

~ સુન્દરમ્

કવિ સુન્દરમ્ ની પૂણ્યતિથિએ એમને સ્મૃતિવંદન સહ 

13.1.22

***

સાજ મેવાડા

13-01-2022

પ્રકૃતિ. સ્નેહ અને પ્રભુ ચેતનાના કવિને શ્રધાંજલિ.

છબીલભાઈ ત્રિવેદી

13-01-2022

કવિ શ્રી સુંદરમ ની પુણ્યતિથિ નિમિત્તે તેમની ખુબજ જાણીતી રચના આપે આપી ખુબજ ગમ્યું ખુબ ખુબ અભિનંદન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *