હરીશ જસદણવાળા ~ સાવ આછું * Harish Jasdanwala

સાવ આછું ભીનું ~ હરીશ જસદણવાળા

સાવ આછું ભીનું ઝાકળ સૂર્યને ગમતું હતું
મારું લીલું લીલું ખેતર સૂર્યને ગમતું હતું.  

ઝાંઝવા બાબત હવે મારે કશું કહેવું નથી
છે ખબર કે એકલું રણ સૂર્યને ગમતું હતું.

ઝાડ, કેડી, પહાડ, ઝરણું આ તરફ સઘળું હતું
સૌ કહે છે એક ઉપવન સૂર્યને ગમતું હતું.

દુખ અથવા સુખ જેવું ક્યાં હતું જળને કદી
એ ખરું આ જળનું જીવન સૂર્યને ગમતું હતું.

આભ-ધરતી વાત કરતાં, સ્મિત કરતા જોઉં છું
સ્મિત કરતું આજ અંબર સૂર્યને ગમતું હતું.

~ હરીશ જસદણવાળા

સૂર્યને ગમે એ આખા વિશ્વને ગમે ! ‘સૂર્યને ગમતું હતું’ જેવા અલગ રદીફ લઈને રચાયેલી સરસ મજાની ગઝલ ! કવિને અભિનંદન.

OP 28.2.22

***

હરીશ જસદણવાળા

01-03-2022

“કાવ્યવિશ્વ” વેબસાઇટ દ્વારા જે કાર્ય થાય છે તે અદ્વિતીય છે. વીણેલા મોતી જેવી સુંદર કવિતા પ્રસ્તુત થાય છે. એજ “કાવ્યવિશ્વ”ની આગવી વિશેષતા છે! એ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન… !!

સાજ મેવાડા

28-02-2022

સરસ ગઝલ. સૂર્ય સંવેદન સરસ આયોજ્યું છે.

છબીલભાઇ ત્રિવેદી

28-02-2022

હરીશ જસદણવાલા ની રચના સાવ આછુ ભીનુ ખુબ ગમી નવિનતા સભર કાવ્યો માણવા લાયક હોય છે ખુબ ખુબ અભિનંદન

ઉમેશ જોષી અમરેલી

28-02-2022

કવિ હરીશ જસદણવાળાની ગઝલ સરસ છે..સકળ શેર મનને સ્પર્શી જાય છે….અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: