અશરફ ડબાવાલા ~ નિયમો

ઊડવા કંઈ કામ ના લાગ્યા ~ અશરફ ડબાવાલા

ઊડવા કંઈ કામ ના લાગ્યા પવનના નિયમો;

કેમ કે નહોતા અમે જાણ્યા પતનના નિયમો.

પ્રેમ કરવો ને ગઝલ લખવી ભલે ઉત્કર્ષ છે,

એને પણ લાગુ પડે સઘળા વ્યસનના નિયમો.

જે નથી વાકેફ પાણીથી કે એના બિંબથી,

એ મને સમજાવે છે વક્રીભવનના નિયમો.

એના સપનામાં કશું સપનાપણુંયે હોય શું?

આંખ મીંચવામાં જે પાળે છે શયનના નિયમો.

છે દડા ને ખેલથી ૫૨, એને પણ અશરફ! હવે,

શીખવાના છે અહીં કાલીદમનના નિયમો.

અશરફ ડબાવાલા 

મત્લાનો શેર તો મજાનો છે જ પણ બીજો શેર, ક્યા કહના ! પ્રેમ કરવામાં વ્યસનના નિયમો લાગુ પડે જ…  અને આજકાલ ગઝલનો આ થોકબંધ ઘાણ ઉતારતા

કવિઓને પણ વ્યસનનો નિયમ જ લાગુ પડે ! 

અંતિમ શેરમાં પ્રશ્ન થયો કે ‘કાલીદમનના નિયમો’ હોય ખરા ? પણ એ તો કવિ જ કહી શકે ! અથવા બીજા કોઈ ? 

OP 3.4.22

આભાર

06-04-2022

આભાર લલિતભાઈ, મેવાડાજી, વારિજભાઈ, ડો. અવ્વલજી

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

લલિત ત્રિવેદી

03-04-2022

વાહ વાહ

સાજ મેવાડા

03-04-2022

ખૂબ સુંદર ગઝલ.

Varij Luhar

03-04-2022

કવિશ્રી અશરફ ડબાવાલા ની સુંદર ગઝલ માણવા મળી તેનો
આનંદ.વક્રીભવનના નિયમો … વાહ

ડો. અવ્વલ સાદિકોટ

03-04-2022

સુંદર રચના.
રોજ સવારે કાવ્યવિશ્વ માં કવિતા/ગઝલ વાંચવાનું પણ વ્યસન થઈ ગયું છે. અને એ વ્યસનમાં મને તો ઉત્કર્ષ જ દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: