મહેન્દ્ર જોશી ~ આશ્વાસન

આશ્વાસન મહેન્દ્ર જોશી

નિશાળથી ઘેર આવતાં જ

બૂટ અને દફતરને દડા જેમ

ઉછાળતા બાળકની રમત જોઈ

રાજી થઇ જાઉં છું.

શેરીના નાકે જોડા સીવી

ઘેર પાછા ફરતા

વૃદ્ધ મોચીને સંતુષ્ટ જોઈ

સલામ ભરી લઉં છું

બાકીનું શાક

પાણીના ભાવે વેચી

બીડીનો દમ ભરતી

એકલ કાછીયણની ખુમારી પર

વારી જાઉં છું

સૂરજ આથમ્યા પછી

આમ તો હજારો સુખ મને રસ્તામાં

મળી જાય છે

ત્યારે વિચાર આવે છે

મારા એકાદ બે ફરફોલ્લા  માટે

દુ:ખી થવાનું કોઈ કારણ નથી……

મહેન્દ્ર જોશી

કેટલી સરસ વાત છે આ…. સુખથી ભરેલી અને સુંવાળી જિંદગી જીવતા લોકોય વાતે વાતે ફરિયાદો કરે ! એમને આ કવિતા અર્પણ

OP 2.4.22

***

લલિત ત્રિવેદી

03-04-2022

સરસ કાવ્ય

સાજ મેવાડા

03-04-2022

વાહ, જિંદગીમાં વિધાયકતા જોવાની રીત ગમી.

Varij Luhar

03-04-2022

દુઃખી થવાનું કોઈ કારણ નથી…
વાહ મ.જો…ખૂબ સરસ કાવ્ય

છબીલભાઈ ત્રિવેદી

02-04-2022

કવિ મહેન્દ્રજોશી ની રચના ખુબ વાસ્તવિક રીતે જીવન જીવતા લોકો ની વાતછે અમે ગામડા મા ખુબ સહજ અને સરળ જીવન જીવતા લોકો જોયા છે ખુબ સરસ રચના આભાર

મહેન્દ્ર જોશી

02-04-2022

લતાબેન , કાવ્યવિશ્વમાં મારું કાવ્ય પ્રકાશિત થયું એનો આનંદ છે.
મહેન્દ્ર જોશી

Varij Luhar

02-04-2022

કાછીયણ ની ખુમારી… વાહ .. સુંદર કાવ્ય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: