ગોપાલી બુચ ~ લ્હેજો નરમ રાખો

જરા લ્હેજો નરમ રાખો ~ ગોપાલી બુચ

ભલે આગળ વધે રાખો જરા લ્હેજો નરમ રાખો

કદી અવળી ફરે પાંખો, જરા લ્હેજો નરમ રાખો.

હતો જે અણગમો છોડી તમારે દ્વાર ઊભા છીએ

તમે કાં બારણા વાંખો ? જરા લ્હેજો નરમ રાખો.

સમયનો ખેલ શિખવાડે કશું કાયમ નથી રહેતું

અરીસો થાય છે ઝાંખો, જરા લ્હેજો નરમ રાખો.

જરા ઝુકીને જીતી જો,   જીવનની મોજ માણી જો

તૂટે ટટ્ટાર જણ આખો, જરા લ્હેજો નરમ રાખો.

તમે મગરૂબ  છો તેથી નથી મળતાં અમે તમને

ભલે તમને મળે લાખો, જરા લ્હેજો નરમ રાખો.

ગોપાલી બુચ

‘જરા લ્હેજો નરમ રાખો’ જરા હટકે, યુનિક કહી શકાય એવા રદ્દીફવાળી ગઝલ…. શીર્ષક તરીકે વાંચીએ તો ખેંચાઇ જવાય ખરું ! અને ગોપાલી બૂચનું પઠન કાબિલે દાદ ! અલબત્ત ચોથા શેરની બીજી પંક્તિ ‘તૂટે ટટ્ટાર જણ આખો….’ પણ દાદ માંગી લે એવી થઈ છે.

વિખ્યાત વાર્તાકાર શ્રી ધીરુબેન પટેલ પ્રેરિત બહેનોની આ ચોથી આવાસીય સર્જન શિબિર (10-11-12 એપ્રિલ 2022)ના ફળ સ્વરૂપે ગોપાલી બૂચની આ તાજજી જ ગઝલ ‘કાવ્યવિશ્વ’ના વાચકોને સાદર સપ્રેમ…    

OP 16.4.22

આભાર

17-04-2022

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ છબીલભાઈ, મેવાડાજી અને સૌ મિત્રોનો આભાર

છબીલભાઈ ત્રિવેદી

17-04-2022

ગોપાલીબુચ ની રચના લહેજો નરમ રાખો ખુબ ખુબ સરસ ખરેખર કાબીલે દાદ રચના લતાબેન આપની લગન મહેનત રંગ લાવી રહી છે

સાજ મેવાડા

16-04-2022

કવિયત્રી ગોપાલી જીની ખૂબ જ સુદર ગઝલ. એમની અછાંદસ રચનાઓ પણ સુંદર હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: