નેહા પુરોહિત ~ હું રે * Panna Nayak

હું રે સૂકી વાવ ~ નેહા પુરોહિત

હું રે સૂકી વાવ,

શીદ આવ્યો ભવભવના તરસ્યા, મારે આંગણ આવી ના કર જળ પીવાનો ભાવ..

હું રે સૂકી વાવ…

એક જમાનો હતો કે હૈયે લાખ લાખ સરવાણી ઝરતી,

ઝાંઝર રણકે હેલ ઉતરતી, લટકે ડૂબે લટકે તરતી..

સમા સમાની વાત છે વ્હાલા, આજ કાંકરા ખડખડ હસતા મૂછે દેતા તાવ..

હું રે સૂકી વાવ…

તું ચાહે તો મળે ઘણાં સરનામા મીઠાં સરવર જળનાં ,

ક્યા અનુબંધે આવ્યો હણવા દરદ બધાંએ સૂકાં તળના ?

સરવાણીની સઘળી આડશ દૂર કરીને શ્રીફળ સાથે ચૂંદલડી પધરાવ..

હું રે સૂકી વાવ..

નેહા પુરોહિત

સૂકી વાવ જેવું મન બની ગયું છે, સઘળી ભીનાશ છૂ થઈ ગઈ છે ત્યારે કોઈ મનના દરવાજે ટકોરા મારી પ્રવેશવા માંગે એને કેમ આવકારવું ? ‘કાંકરા ખડખડ હસતા મૂછે દેતા તાવ’ – કલ્પન અદભૂત થયું છે…. તો બીજા બંધમાં પ્રગટતી આશા પણ સ્પર્શી જાય છે…..

OP 19.5.22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: