આદિલ મન્સૂરી ~ જ્યારે પ્રણયની Aadil Mansuri

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

આદિલ મન્સૂરી

શા યર આદિલ મન્સૂરીની સદાબહાર ગઝલ

OP 19.5.22

કાવ્ય : આદિલ મન્સૂરી સ્વર : મનહર ઉધાસ

*****

સાજ મેવાડા

20-05-2022

આદિલ સાહેબની ખૂબ ગમતી ગઝલ.

છબીલભાઈ ત્રિવેદી

19-05-2022

આદિલમનસુરી ની અતિ પ્રચલિત રચના જ્યારે પ્રણય ની,,, ખુબસાંભળવી ગમે તેવીરચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: