સરૂપ ધ્રુવ ~ સળગતી હવાઓ Sarup Dhruv

સળગતી હવાઓ ~ સરૂપ ધ્રુવ

સળગતી હવાઓ શ્વસું છું હું, મિત્રો !
પથ્થરથી પથ્થર ઘસું છું હું, મિત્રો !

હજારો વરસથી મસાલો ભરેલું
ખયાલોનું શબ છું ને ખડખડ હસું છું

મળ્યો વારસો એને દાંત ને ન્હોરનો, બસ !
અસરગ્રસ્ત ભાષા ભસું છું હું, મિત્રો !

અરીસા જડેલું નગર આખું તગતગ,
પથ્થર બનીને હું ધસમસ ધસું છું,

તિરાડોની વચ્ચેનું અંતર નિરંતર,
તસુ બે તસુ બસ, ખસું છું હું, મિત્રો !

સવારે સવારે હું શસ્ત્રો ઉગાડું,
હથેલીમાં કરવતનું કૌવત કસું છું,

પછી કાળી રાતે, અજગર બનીને,
મને પૂંછડીથી ગ્રસું છું હું, મિત્રો !

નથી મારી મરજી, છતાં પણ મરું છું,
સતત ફાંસલામાં ફસું છું હું, મિત્રો !

પણે દોર ખેંચાય, ખેંચાઉં છું હું,
અધવચ નગરમાં વસું છું હું, મિત્રો !

સળગતી હવાઓ શ્વસું છું હું, મિત્રો !
પથ્થરથી પથ્થર ઘસું છું હું, મિત્રો !

~ સરૂપ ધ્રુવ

જેમણે ઓછી કવિતાઓ લખી છે પણ જેમના શબ્દોમાં સમાજની સડેલી પરંપરાઓ સામે ભારોભાર આગ ભરી છે, વાસ મારી ગયેલા વિચારો પ્રત્યે વિદ્રોહ ભર્યો છે એવા કવિ. સરુપ ધ્રુવનું નામ લઈએ એટલે ‘સળગતી હવાઓ’ શબ્દ આંખ સામે ઊઠે જ…

જે સળગતી હવાઓ શ્વસે છે પોતે જ અજગર બનીને પોતાને જ ગ્રસે છે ! એથી વધુ ધારદાર શું હોઇ શકે ?

OP 19.6.22

***

આભાર

21-06-2022

આભાર છબીલભાઈ. મેવાડાજી, સ્મિતાબેન.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર

Smita shah

20-06-2022

Hard to digest. અઘરી કવિતા

સાજ મેવાડા

20-06-2022

સરસ રીતે વેદનામય મનોભાવોને વ્યક્ત કર્યા છે.

વિવેક મનહર ટેલર

20-06-2022

ટાઇમલેસ ક્લાસિક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: