ભગવતીકુમાર શર્મા ~ અઢી અક્ષરનું * Bhagavatikumar Sharma

અઢી અક્ષરનું ચોમાસું ~ ભગવતીકુમાર શર્મા

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.
ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ચાર અક્ષરના મેઘમાં છ્લબલ આપણાં ફળિયાં
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!
ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!
ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે!
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે! 

ભગવતીકુમાર શર્મા

OP 18.6.22

કાવ્ય : ભગવતીકુમાર શર્મા સંગીત : રાસબિહારી દેસાઈ સ્વર : વિભા દેસાઈ, રાસબિહારી દેસાઈ

OP 18.6.22

***

Kirtichandra Shah

19-06-2022

કવિતા નું નામ સાર્થક કરે એવી આ કવિતા છે

સાજ મેવાડા

18-06-2022

સ્મૃતિ વંદના, ખૂબ જાણીતું કાવ્ય, ફરીથી માણવા મળ્યું.

છબીલભાઈ ત્રિવેદી

18-06-2022

ખુબજ ઉમદા રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: