રઈશ મનીઆર ~ અમે * Raeesh Maniar

અમે રસ લેવા માંડ્યો ~ રઈશ મનીઆર

અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી એક છોરીમાં
નથી પડતો હવે ઇન્ટરેસ્ટ પેટીસ કચોરીમાં.

પ્રિયે એવી મને તું પ્રેમરસથી ભરી ભરી લાગી
કદી ચટણીપૂરી લાગી, કદી પાણીપુરી લાગી.

થતી તુજ વાત ને તેમાંય તારા રુપની ચર્ચા
જાણે ગરમાગરમ ભજીયા અને હો સાથમાં મરચાં.

અમારો તે છતાં ના થઈ શક્યો મનમેળ તારી સાથ
નકામી ગઈ જે રોજરોજ ખાધી ભેળ તારી સાથ.

હવે મનમાં છવાયો એ રીતે આલમ હતાશાનો
હું પેંડા ખાઉં છું તો સ્વાદ આવે છે પતાસાનો.

અમે સાથે અમારી કમનસીબી લઈ મરી જાશું
કફનમાં ફાફડા સાથે જલેબી લઈ મરી જાશું.

ડો. રઈશ મનીઆર

રવિવારની મોજ ! તમને પણ મજા પડશે જ !

OP 19.6.22

***

Smita Shah

20-06-2022

હળવી શૈલીમાં રમૂજી ચાટ. વાહ

સાજ મેવાડા

20-06-2022

આને ગઝલ કહેવી કે હઝલ? કે પછી નિષ્ફળ પ્રેમ કથા. જોકે પ્રયોગની મજા પડી.

Kirtichandra Shah

19-06-2022

Lata Ben you are right. Let there be joy and delight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: