હાલરડું ~ લીંપ્યું ને ગુંપ્યું

હાલરડું ~ લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું

લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું,
પગલીનો પાડનાર દ્યો ને, રન્નાદે!
વાંઝિયા-મેણાં, માતા, દોયલાં.
દળણાં દળીને ઊભી રહી,
પાળ્યુંનો પાડનાર દ્યો ને, રન્નાદે !
વાંઝિયા-મેણાં, માતા, દોયલાં.
પાણી ભરીને ઊભી રહી,
છેડાનો ઝલનાર દ્યો ને, રન્નાદે!
વાંઝિયા-મેણાં, માતા, દોયલાં.
મહીડાં વલોવી ઊભી રહી,
માખણનો માગનાર દ્યો ને, રન્નાદે !
વાંઝિયા-મેણાં, માતા, દોયલાં.

રોટલા ઘડીને ઊભી રહી,
ચાનકીનો માગનાર દ્યો ને, રન્નાદે !
વાંઝિયા-મેણાં, માતા, દોયલાં.
ધોયોધફોયો મારો સાડલો,
ખોળાનો ખૂંદનાર દ્યો ને, રન્નાદે !
વાંઝિયા-મેણાં, માતા, દોયલાં.

બાળજન્મ પછી ઉપરની દરેક કડી આ પ્રમાણે ફેરફાર કરીને ગવાય છે.

લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું
પગલીનો પાડનાર દીધો, રન્નાદે !
અનિરુદ્ધ કુંવર મારે લાડકો.

OP 20.6.22

આભાર

21-06-2022

આભાર છબીલભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર

છબીલભાઈ ત્રિવેદી

20-06-2022

ખુબ વરસો થી ગવાતી હાલરડુ રચના ખુબજ સરસ સાંભળવા લાયક માતાજી પ્રત્યે ની અતુટ શ્રધ્ધા ધરાવતુ અતી પ્રાચિન રચના આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: