પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ ~ ભ્રમણાની દુનિયામાં * Purvi Brahmabhatt

ભ્રમણાની દુનિયામાં વીતી ગ્યાં વર્ષો, હું રહી ગઈ છું એવી ને એવી
જાગું પણ સૂતેલા જેવી

કૂંપળથી પાન પીળું થાવાની ઘટના લગ કંઈ પણ ના પામ્યો આ જીવ,
માટીના પિંજરની અંદર ડોકાઈને શોધ્યો ના કોઈ ‘દિ મેં શિવ;
હાય મૂઓ પસ્તાવો ભીંસે છે રૂદિયાને આંખોને મીંચુ હું જેવી,
જાગું પણ સૂતેલાં જેવી.

તૂટી ગયેલાં સૌ શમણાંના ટુકડાને સંભાળી રાખું શું કામ?
તારું કે મારું કે દુનિયા કે ઈશ્વરનું, કોનું દઉં કારણમાં નામ?
લે, મારાં માથે મેં સઘળું લઈ લીધું છે, ફરિયાદો કોને ને કેવી?
જાગું પણ સૂતેલાં જેવી. ~ પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

આ કવિ વિશેષ ગઝલને તાગે છે પરંતુ આ ગીત પણ એટલું જ ધ્યાનાકર્ષક થયું છે. શબ્દોમાં વણાયેલી ફિલોસોફી સહજ લાગે છે એ એનું વિશેષ.

9 Responses

  1. વાહ ખુબ સરસ

  2. ઉમેશ જોષી says:

    વાહ સરસ રચના.

  3. વાહ, ખૂબ મનનીય ગીત.

  4. kishor Barot says:

    બહુ જ સુંદર ગીત.
    અભિનંદન, પૂર્વી બેન..

  5. Nita joshi says:

    Superb 👌

  6. Renuka Dave says:

    વાહ ભાઈ વાહ..પૂર્વી..
    ખૂબ સરસ…. લયમાં લહેરાતું મજાનું ગીત…
    લખતાં રહેજો સખી 😊

  7. Minal Oza says:

    ગમે એવું ગીત. મજા આવી.

  8. હરીશ દાસાણી.મુંબઈ says:

    સાચે જ ભ્રમણાની દુનિયા પણ એટલી તો મોહક છે કે તેમાં રાચવાનું સહુને ગમે.સરસ ગીત.

  9. Kirtichandra Shah says:

    રચના ઘણીજ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: