ભગવાન થાવરાણી ~ આમ બચપણની

આમ બચપણની કોઈ ગલીએ

આમ બચપણની કોઈ ગલીએ રખડતા હોઈએ
આંખ ખૂલતાં એ જ ખોલીમાં સબડતા હોઈએ

જ્યાં ન હોવું જોઈએ ત્યાં હોઈએ ભરચકપણે
કિન્તુ જ્યાં હોવું ઘટે ત્યાં બસ અછડતા હોઈએ

જાગતાં નઘરોળ જૂઠાણાંને દંડવત્ વંદીએ
સાવ નરવું સત્ય નિંદરમાં બબડતા હોઈએ

દિવસે જગથી ગલત સમજૂતીઓ કરીએ અને-
જાત સાથે એ પછી રાતે ઝઘડતા હોઈએ

બે ગઝલની તુકબંદી ને ચાર જણની વાહ-વાહ
જાતને લેખી કવિ જાતે અકડતા હોઈએ

વેળ વીતી તોય સિદ્ધાંતોનું પકડી પુંછડું
થોપીને જિદ્દ આપણી ઘરને કનડતા હોઈએ..

~ ભગવાન થાવરાણી

મુખવટો પહેરીને ફરતા, દોહરી જિંદગી જીવતા માનવીની કથા અને વ્યથા…  

@@

4 thoughts on “ભગવાન થાવરાણી ~ આમ બચપણની”

  1. ઉમેશ જોષી

    ગઝલ અને અછાંદસ રચના ખૂબ ખૂબ સરસ છે.

  2. કમલેશ

    ખૂબ સરસ ગઝલ અને બીજા અછાંદસનો સ-રસ અનુવાદ.
    અભિનંદન 🌹

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *