કૃષ્ણ દવે ~ રખે શબરીની આંખને * Krushna Dave

રામ નથી ફાવતા !

રખે શબરીની આંખને ભીંજાવતા !
એમ ક્યો ને કે બોર નથી ભાવતા.
ખરે ટાણે ક્યો છો કે નથી આવતા !
એમ ક્યો ને કે રામ નથી ફાવતા.

ઘરમાં બંધાયો હોય માંડવો ને ફઇ
અને ફુવાને જેમ પડે વાંકું !
એમ જ પ્હેરામણીની સાડીમાંથીય તમે
ગોતી કાઢો છો એક ફાકું !
પીત્ઝા ને રોટલામાં શું છે તફાવત એ
કોઇ નથી તમને સમજાવતા ?
એમ ક્યો ને કે રામ નથી ફાવતા.

કમળો થઈ ગ્યા નું તો એક જ છે દુઃખ
ઈ તો જોવે ત્યાં પીળુ દેખાય,
સદીઓથી વાવેલી ઊગે પ્રતીક્ષા તો
પાંપણથી એને પોંખાય.
રોમ રોમ રમતાં આ રામજીના ઉત્સવમાં
જો જો ના રોડા પધરાવતા.
એમ ક્યો ને કે રામ નથી ફાવતા.

~ કૃષ્ણ દવે (તા-11-1-2024)

સાંપ્રત પરિસ્થિતી પર અખબારી ઝડપે અને કાવ્યત્વની શરતે સચોટ કટાક્ષ-વ્યંગ્ય ભરેલી કવિતા આપવામાં કૃષ્ણ દવેનો જવાબ નથી !

આખો દેશ જ્યારે ભગવાન શ્રી રામના પ્રાગટયને વધાવી રહ્યો છે….. ત્યારે આડા લોકોને સીધા વિચાર ક્યાંથી આવે ? નરી નેગેટીવીટી
જેમનામાં ભરી હોય એ ચેતનાના દીપને પ્રગટતો ક્યાંથી જોઈ શકે
?

 સબકો સન્મતિ દે ભગવાન !

9 Responses

  1. ઉમેશ જોષી says:

    વાહ સરસ વાસ્તવિક રચના.

  2. હરીશ દાસાણી says:

    કૃષ્ણ દવે માટે લય એટલો સહજ સિદ્ધ છે કે આપણી દરેક વાતને એ પદ્યમાં ફેરવી શકે છે.

  3. વાહ કવિ શ્રી ને ખુબ અભિનંદન

  4. સામ્પ્રત નેં ઉજાગર કરતા કવિ શ્રી કૃષ્ણ દવે ની સરસ રચના. જય શ્રી રામ!

  5. kishor Barot says:

    કૃષ્ણ દવે આધુનિક યુગના અખા સોની છે એમ કહી શકાય.

  6. Kirtichandra Shah says:

    અખબારી ઝડપે અને કાવ્યતવની શરતે…..this is a perfect statement.

  7. ઉમેશ ઉપાધ્યાય says:

    ખુબ સરસ રચના 👌🏽👌🏽👌🏽

  8. Minal Oza says:

    કૃષ્ણ દવે એમની આગવી અને સરળ શૈલી માટે જાણીતા છે. આ કાવ્યમાં વાસ્તવિક ચિત્ર રજૂ થયું છે.

  9. Saryu parikh says:

    કૃષ્ણ દવેની મજાની રચના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: