રાધા-કૃષ્ણ પ્રેમકાવ્યો અને મુસ્લિમ કવિઓ

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રાધા-કૃષ્ણ પ્રેમનાં કાવ્યો

ગુજરાતીમાં મોલેસલામ-મુસ્લિમ કવિ રાજે-એ રાધા-કૃષ્ણ-પ્રેમનાં કેટલાંક મનોહર કાવ્યો રચ્યાં છે. કવિ દયારામ ઉપર એની અસર પણ ઝિલાઈ છે. “મોહનજી તમે મોરલા, હું વારી રે કાંઈ અમો ઢળકતી ઢેલ, આશ તમારી રે.’” તમે જ્યાં જ્યાં ટહુકા કરો છો ત્યાં અમે કાન માંડીએ છીએ બંગાળીમાં બંસી-ભજનોના સર્જક મુસ્લિમ કવિ મુર્તુજા (૧૭-૧૮ સદી) દરવેશ પરંપરાના સૂફી કવિ હતા, તેમણે પણ આવાં ગીતો લખ્યાં છે. બીજો એવો કવિ ચંદ કાઝી, ગોપી પાસે એવું ઉચ્ચારાવે છે કે – તમે—કૃષ્ણ, તમારી વાંસળીના સૂરમાં મારું નામ બોલીને નિમંત્રો છો એ વાંસળી મને પીડાદાયક બની છે એટલે જો એ કયા વાંસમાંથી બની છે એની મને ખબર પડી જાય તો તે વાંસને મૂળ સાથે ઉખેડીને હું નદીમાં જ ફેંકી દઉં. ઓડિયામાં પણ એક મુસ્લિમ કવિ સાલબેગ (૧૭મી સદી)ને જગન્નાથ (એટલે કે કૃષ્ણ)ના મંદિરમાં પ્રવેશવા ન દેવાતા હોવાથી, આરંભમાં જગન્નાથની સ્તુતિ કરી, પોતાના શાપિત જીવન માટે વેદના વ્યક્ત કરે છે અને વીનવે છે : જગન્નાથ મારે મિલકત વગેરે કશું જોઈતું નથી, જોઈએ છે માત્ર જગન્નાથના સાગરકાંઠાની શ્રદ્ધાબલિ-રેતી.’

ચિમનલાલ ત્રિવેદી

(તેમને વર્ષ ૨૦૦૯નો રણજિતરામ સુવર્ણચન્દ્રક એનાયત થયો એ વખતે આપેલા સ્વીકાર પ્રવચનમાં)

@@

6 Responses

  1. વાહ ખુબ સરસ લેખ ખુબ ખુબ અભિનંદન કાવ્ય વિશ્વ

  2. ઉમેશ જોષી says:

    ખૂબ સરસ આલેખન..

  3. Minal Oza says:

    મુસ્લિમ સૂફી કવિનો દયારામ પર પ્રભાવ હતો એ વાત જાણવા મળી.

  4. “કાના વિણ ગામના નહીં” એમ કૃષ્ણ વિના કવિ થવાય નહીં એ સાચું ઠેરવે છે.

  5. ‘ગાના નહીં’ માફ કરશો.

  6. Kavyavishva says:

    ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર મેવાડાજી, ઉમેશભાઈ, છબીલભાઈ, મીનલબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: