
રાત સૌની ઝળહળી છે
રાત સૌની ઝળહળી છે
જે બળી દીવાસળી છે
એક પલિતો કાફી ક્યાં છે
આ હવા પણ ત્યાં ભળી છે
ખુદની ચિંતા પણ શું કરવી?
રાત પણ જ્યાં ટળવળી છે
દ્વાર જો થોડું ય ખખડે
છાતી ઘરની ખળભળી છે
ઝાંઝવાના રણ વચાળે
પ્યાસ રણની પણ છળી છે
કોણ કોના આંસુ લૂછે?
જખમી સૌની આંગળી છે.
~ સુરેશ‘ચંદ્ર‘રાવલ
ટૂંકી બહેરની સરસ ગઝલ. લગભગ બધા જ શેર સરસ. છેલ્લો શેર દમદાર.

ખૂબ સરસ ગઝલ, અને ગીક કાવ્ય.