લતા હિરાણી ~ આખું આકાશ * Lata Hirani

આખ્ખું આકાશ મારું ગાતું

આખ્ખું આકાશ મારું ગાતું
તડકાઓ વેરતું, છાયા સંકેલતું, આવી મારી પાંખમાં સમાતું…..
આખું આકાશ મારું ગાતું….

કાલ સુધી અંધારે એકલું ઊભું હવે, સૂરજને સથવારે કોળે
પંખી ભરેલ મારી બારીમાં રોજ રોજ, તગતગતા દાણાંઓ ખોળે
ફળીયાની કોરમોર અજવાળા ટાંકીને ફાગણની ગોઠય કરે વાતું …
આખું આકાશ મારું ગાતું…..

લીલાછમ ઘેનમાં ઝૂલ્યા કરે ને વળી, ચપ્પ દઈ બેસે સંગાથે
સસલાના સુંવાળા રોમરોમ જેવું એ, ઝપ્પ દઈ લઈ લેતું બાથે
થીજેલું ઝરણું જો યાદોની પાળ પર, સરકી મલકીને રેલાતું…..
આખું આકાશ મારું ગાતું…..

~ લતા હિરાણી

દિવ્ય ભાસ્કર > ઉત્સવ > દિપાવલી વિશેષાંક 2016 

ગુર્જરી ડાયજેસ્ટ > 10-2022

12 Responses

  1. Minal Oza says:

    ગીત ગણગણી શકાય એવું સરસ છે. અભિનંદન.

  2. વાહ, ખૂબ જ ઉર્જા સભર‌ ગીત છે, કવિ એ કુદરતને માણી હોય‌ ત્યારે જ આકાશ ગાતું સંભળાય.

  3. ખુબ સરસ રચના ખુબ ગમી અભિનંદન

  4. હરીશ દાસાણી says:

    પ્રકૃતિ -પુરુષનું સહગાન

  5. Pravin gadhvi says:

    Beautiful song

  6. એહમદહુસેન 'એહમદ' says:

    ખૂબજ સુંદર ગીત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: