🌹દિનવિશેષ 22 જુલાઈ 2023🌹

🌹દિનવિશેષ 22 જુલાઈ 2023🌹

www.kavyavishva.com          

તમે કહો તો બધાએ તનાવ મૂકી દઉં,
તમારા ભાવમાં મારો સ્વભાવ મૂકી દઉં.

ઘણુંય પ્રિય, પરમ પ્રિય પણ મને લાગે,
શરાબ જેમ બધું કેમ સાવ મૂકી દઉં.

હશે નસીબમાં એ ત્યાં લઈ જશે આખર,
કિનારા પરથી સમંદરમાં નાવ મૂકી દઉં.

અને પછી હું કરું શું એ પહેલાં વાત કરો,
તમે કહો છો, તમારો લગાવ મૂકી દઉં.

રમતમાં આમ તો જીતી જવાય એવું છે,
પરંતુ થાય છે કે મારો દાવ મૂકી દઉં. ~ ભરત વિંઝુડા

ભોળાનાથ સારાભાઇ દિવેટિયા (1822 – 11 મે 1886) કવિ અને ધાર્મિક સુધારક.
‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો વિભાગ ‘વિશેષ’ સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય છે અને like, પ્રતિભાવ પણ આપી શકાય છે. આભાર. ‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏

4 Responses

  1. ઉમેશ જોષી says:

    કવિ શ્રી ભરત વિંઝુડાને જન્મ દિવસની સુકામનાઓ.

  2. હરીશ દાસાણી.મુંબઈ says:

    ભરતભાઇ વિંઝુડાની કવિતાઓ ઉપર ઉપર જોતાં રમતિયાળ હોય તેમ છતાં રહસ્યમય. જન્મ દિવસ પર અભિનંદન અને શુભેચ્છાઓ.

  3. ભરતવિંજુડા ને શુભ કામના

  4. ભરત વિંઝુડા says:

    લતાજીનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: