કવિ ઉમાશંકર જોશી અને ‘મંથરા’ * Umashankar Joshi

કવિ ઉમાશંકર જોશીના પદ્યનાટક ‘મહાપ્રસ્થાન’માં એક નાટિકા છે ‘મંથરા’.

મંથરા’ પદ્યનાટક કંઈક એમ આવ્યુ હતું. કવિ લખે છે, 

“મારે 7-8 કલાક ઊંઘવા જોઈએ. લખવા માટે ઉજાગરો કરું નહીં. પણ એ વખતે લીટીઓ ઉપર લીટીઓ આવે. પડખે બારીમાં એક ડાયરી પડી હતી તેમાં પડ્યો પડ્યો, અંધારામાં જ પેન્સિલથી એ લખી લઉં. અંધારું હતું એટલે એક ઉપર બીજી ન આવી જાય એથી લીટી સાથે પાનું બદલતો જાઉં ! ઉજાગરો ન કરવાનો મારો નિર્ણય ને કવિતાને ઉતરવાની જીદ સામસામે ચાલી. ન મેં ઊભા થઈ બત્તી કરી લખ્યું ન કવિતાએ આવવાનું છોડ્યું ! અને ‘મંથરાનું’ મુખ્ય કામ એ જીદ દરમિયાન જ થઈ ગયું !”  

OP 21.7.2021

છબીલભાઈ ત્રિવેદી

21-07-2021

ઉમાશંકરજોશી સાહેબ નુ અને કાવ્ય ક્ષેત્રે ઘણુ મોટુ પ્રદાન છે નાટય ક્ષેત્રે પણ ઘણુ કાર્ય કરેલુ છે મંથરા નાટિકા અંગે આપદ્નારા આપવા મા આવેલી નોટસ પણ રસપ્રદ રહી આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: