અશરફ ડબાવાલા – દર્દમાં ક્યાં હતી ઊણપ બોલો

કેમ લાગે દવાનો ખપ બોલો ?

દર્દમાં ક્યાં હતી ઊણપ બોલો !

પૈદાઈશ, ગઝલના આ પ્રથમ શેરની

કવિ અશરફ ડબાવાલાના એક અમેરિકન દર્દી મિ. સ્મિથના પત્ની ચાળીસેક વર્ષના લગ્નજીવન બાદ મૃત્યુ પામ્યાં. એ પછી સ્મિથ ખૂબ ડિપ્રેશનમાં આવી ગયા અને એમને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા. અશરફભાઈએ એમને એન્ટી ડિપ્રેશન દવાઓ આપી. બે અઠવાડિયાં પછી સ્મિથ પાછા આવ્યા અને અશરફભાઈએ પૂછ્યું,

‘હવે કેમ લાગે છે ?’

એમણે કહ્યું, ‘ડિપ્રેશનમાં તો ખૂબ જ સારું છે. હું ફરી આનંદમાં રહેવા લાગ્યો છું પણ હવે મને ગીલ્ટ ફિલ થાય છે કે જે મારી પત્નીને હું ખૂબ જ પ્રેમ કરતો હતો તે મને છોડીને કાયમ માટે ચાલી ગઈ છે તે છતાં હું ખુશ રહું છું !

આ સાંભળી ડો. અશરફ ડબાવાલાને ઉપરનો શેર સ્ફૂર્યો.

અનેક લોકો એવા હોય છે કે જેમને પોતાના પ્રિય જીવનસાથીના મૃત્યુ પછી એ દર્દ સંભાળીને રાખવામાં સુખ મળે છે. આમ જુઓ તો તેઓ દુખમાં હોય અને છતાં એ દુખ જ એમને એવું સુખ આપતું હોય કે તેઓ એમાંથી બહાર નીકળવા તૈયાર ન હોય ! માનવસ્વભાવની આ ખૂબી છે !

OP 13.7.2021

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

14-07-2021

માનવીનું અગોચર મન શું સમજી બેસે નવાઈ નહીં. ગીલ્ટ ફીલ કરવા જેવું બન્યું હોય તો થાય જ.

લલિત ત્રિવેદી

14-07-2021

વાહ વાહ

છબીલભાઈ ત્રિવેદી

13-07-2021

કવિઅશરફ ડબાવાલા ના શેર અને પ્રસંગ ખુબ સરસ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: