કવિ કાન્ત ~ સખી Kant

તને હું જોઉં છું, ચંદા! કહે ! તે એ જુએ છે કે ?
અને આ આંખની માફક – કહે, તેની રુએ છે કે ?

અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને
વખત હું ખોઉ તેવો શું – કહે, તે એ ખુએ છે કે ?

સખી ! હું તો તને જોતાં – અમે જોયેલ સાથે તે-
સ્મરંતાં ના શકું સૂઈ ! કહે, સાથી સુએ છે કે ?

સલૂણી સુંદરી ચંદા ! ધરી તવ સ્વચ્છ કિરણોમાં-
હૃદયનાં ધોઉં છું પડ હું ! કહે, તે એ ધુએ છે કે ? 

~ કવિ ‘કાન્ત’ મણિશંકર રત્નશંકર ભટ્ટ

3 Responses

  1. 'સાજ' મેવાડા says:

    કવિ ‘કાન્ત’ ની આ રચના શાળાના સમયથી આજ સુધી આકર્ષતી રહી છે.

  2. સર્વાંગ સુંદર રચના ખુબ ગમી

  3. મુકુંદ દવે says:

    વાહ, કવિ કાન્ત ની સરસ rachna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: