કવિ કાન્ત ~ અંજની ગીત Kant

“આકાશે એની એ તારા :

એની એ જ્યોત્સ્નાની ધારા :

તરુણ નિશા એની એ : દારા –

ક્યાં છે એની એ ?

“શું એ હાવાં નહિ જોવાની ?

આંખડલી શું નહિ લ્હોવાની ?

ત્યાંયે ત્યારે શું રોવાની –

દારા એની એ ?”- કાન્ત

“છે, જ્યાં છે સ્વામીની તારા !

સ્વર્ગોની જ્યોત્સ્નાની ધારા :

નહિ જ નિશા જ્યાં આવે, દારા –

ત્યાં છે એની એ !

“છે ત્યારે એ ત્યાં જોવાની :

આંખડલી એ ત્યાં લ્હોવાની :

સ્વામી સાથે નહિ રોવાની – .                     

દારા એની એ !” 

કવિ કાન્ત મણિશંકર રત્નજી ભટ્ટ

1 Response

  1. સરસ રચના કવિ કાન્ત ની રચનાઓ ખુબ માણવા લાયક હોય છે અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: