Tagged: Hanif Sahil

હનીફ સાહિલ ~ આંખોમાં તરવરે * Hanif Sahil

આંખોમાં તરવરે છે તે ભીનાશ મોકલું,આ ખાલી ખાલી સાંજ ને આકાશ મોકલું. તારા વગર હયાતીના કાચાં અધૂરા સ્વપ્ન,રૂંવે રૂંવે ડસે છે તે એહસાસ મોકલું. વાંચી તો કેમ શકશે તું શાહીની વેદના,ઉકલી શકે તો લોહીનો અજવાસ મોકલું. ~ હનીફ સાહિલ

હનીફ સાહિલ ~ રાખે છે * Hanif Sahil

એ કોઈ રીતે આ અસ્તિત્વ રણમાં રાખે છેસતત એ દોડતો મુજને હરણમાં રાખે છે ન તો સંબંધમાં, સંદર્ભમાં કે ઘટનામાંસતત અભાવના વાતાવરણમાં રાખે છે સમયની જેમ વહેંચે અનેક હિસ્સામાંકદી સદીમાં, કદી એક ક્ષણમાં રાખે છે એ પાસે રાખે છે મુજનેય...

હનીફ સાહિલ ~ એકીટશ એકધારી * Hanif Sahil

એકીટશ એકધારી જાગે છે,આ પ્રતીક્ષા બિચારી જાગે છે. એકલો હું જ કંઈ નથી જાગૃત,દ્વાર, ભીંતો, અટારી જાગે છે. તું ગઈ જાણે કે વસંત ગઈ,બાગ જાગે છે, ક્યારી જાગે છે. સ્વપ્ન સળગાવી પાંપણો ઉપર,કોઈ દીવાને ઠારી જાગે છે. વાટ જોઈને તપ્ત...

હનીફ સાહિલ ~ કબૂલ મને * Hanif Sahil

કોઈપણ  હો  ડગર, કબૂલ મને,એની  સાથે  સફર,   કબૂલ મને. એક એનો વિચાર, એનું સ્મરણસાંજ  હો  કે  સહર, કબૂલ મને. કોઈ પણ  સ્થાન તને મળવાનુંકોઈ  પણ  હો પ્રહર, કબૂલ મને. તારી  ખુશ્બૂ  લઈને   આવે  જેએ  પવનની  લહર, કબૂલ મને. જે  નશાનો  ન ...