હનીફ સાહિલ ~ આંખોમાં તરવરે

આંખોમાં તરવરે છે તે ભીનાશ મોકલું,
આ ખાલી ખાલી સાંજ ને આકાશ મોકલું.

તારા વગર હયાતીના કાચાં અધૂરા સ્વપ્ન,
રૂંવે રૂંવે ડસે છે તે એહસાસ મોકલું.

વાંચી તો કેમ શકશે તું શાહીની વેદના,
ઉકલી શકે તો લોહીનો અજવાસ મોકલું.

~ હનીફ સાહિલ

1 thought on “હનીફ સાહિલ ~ આંખોમાં તરવરે”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *