હનીફ સાહિલ ~ અરુંપરું આંખેામાં

અરુંપરું આંખેામાં સમણાં સરક્યાં હો જી
મારી ભીતર તેજ તમસનાં પ્રગટયાં હો જી

ઊંડે ઊંડે લોહીમાં તરતા પડછાયા
શ્વાસે શ્વાસે અત્તર થઈને મ્હેંકયા હો જી

અધરાતે મધરાતે કોના પગરવથી આ
ઝબ્બ દઈને સમણાંમાંથી ઝબક્યા હો જી

પડછાયાનો સ્પર્શ થતાં અંધારું ગ્હેક્યું
અલકમલકનાં રાજ અમારાં મલક્યાં હો જી

~ હનીફ સાહિલ

5 thoughts on “હનીફ સાહિલ ~ અરુંપરું આંખેામાં”

    1. સાચું. શબ્દોનો ભાવ અને ‘હો જી’નો પ્રયોગ આ કામ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *