દિલિપ જોષી ~ સુખ ~ સ્વર : ગાર્ગી વોરા

સુખ તો એવું લાગતું જાણે પાંદડાં ઉપર પાણી.
ઉક્કેલવી રે કેમ કરી આ પરપોટાની વાણી?

આંખ ખોલું તો મોસૂઝણું, ને આંખ મીંચું તો રાત
ખૂલવા ને મીંચવા વચ્ચે, આપણી છે ઠકરાત
પળમાં પ્રગટે ઝરણાં જેવી કોઈની રામકહાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડાં ઉપર પાણી.

ટહુકો નભમાં છલકી ઊઠે, એટલો હો કલરવ
સાંજનો કૂણા ઘાસની  ઉપર પથરાયો પગરવ
લીંપણ કોઈ ગાર-માટીનું સહુને લેતું તાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડાં ઉપર પાણી.

~ દિલીપ જોષી

સુંવાળા કૂણાં ઘાસ પર ટેરવાં ફરતાં હોય એવું સુંદર, નમણું અને છેક અંદર સુધી ઉતરી જતું ગીત.

‘લીંપણ કોઈ ગાર-માટીનું સહુને લેતું તાણી’ – વાત મૃત્યુની છે પણ કેટલી સહજતા અને કેટલી નમણાશ!

ફિલોસોફી રજૂ થઈ છે પણ ફૂલ જેવી સુંદર અને હળવી.

જીવનની સાચી દૃષ્ટિ અને ઊંડી અનુભૂતિભરી આધ્યાત્મિકતા લઈને આવેલું ગીત.

કવિનું આ ગીત સાંભળો ગાર્ગી વોરાના સ્વરમાં. સ્વરાંકન છે ભરત પટેલનું

7 thoughts on “દિલિપ જોષી ~ સુખ ~ સ્વર : ગાર્ગી વોરા”

  1. વાહ, દિલીપ જોષીનું સુખ દુઃખ..માટેનું હળવું અને ટૂંકુટચ…. 🙏🙏👍

  2. સુખ-દુ:ખ તો ઘટ સાથે ઘડાયેલા ની વાત સારી રીતે કાવ્યમાં અભિવ્યક્ત થઈ છે.અભિનંદન.

  3. સુખ તો એવું લાગતું જાણે પાંદડાં ઉપર પાણી.. વાહ

  4. લલિત ત્રિવેદી

    સરસ ગીત… અનોખો આસ્વાદ… વરસો પહેલાં આદરણીય સુમન શાહે આ ગીત કવિ વિશે કહેલું કે રમેશ પારેખ પછીની પેઢીના આ બળકટ ગીત કવિ છે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *