Tagged: Diwali

રમેશ પારેખ ~ અજવાળાંનો તહેવાર Ramesh Parekh

આંગણ આવ્યો અજવાળાંનો અલબેલો તહેવાર વાળી-ઝૂડી અંધકારને ફેંકો ઘરની બહાર ભાંગ્યા-તૂટ્યા મનોરથોનો કાટમાળ હડસેલી ઉમળકાનાં તોરણથી શણગારો ઘરની ડેલી કાટ-ચડ્યાં ગીતોને પંખીના કલરવથી માંજો અણોસરી આંખોમાં નમણાં-નમણાં સપનાં આંજો અણબનાવની જૂની-જર્જ૨ખાતાવહીઓ ફાડો નવા સૂર્યની સાખે અક્ષર હેત-પ્રીતના પાડો ભોળાં-ભોળાં સગપણની...

સંધ્યા ભટ્ટ – દિવાળી * Sandhya Bhatt

(શિખરિણી) દિવાળી અંધારે પુલકિત કરે દીપદ્યુતિથીબધું જૂનું ભેગું વરસભરનું છેવટ થતુંસફાઈ તેની રે કરજ ગણીને આ દિવસમાં-થતી; ભેગાભેગું કંઇક નિજનું ચાલી ય જતું…  અમે જૂના વર્ષે ગફલત કરી એ પરખતાકર્યા કૈં ગુનાઓ,ગરબડ કરી ખોટું સમજીઉનાળાની રાતે પવનપયનું પાન ન કર્યુંશિયાળે...

અનિલ ચાવડા : લ્યો આવી ગઈ * Anil Chavda

લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ. ઉદાસીઓના ફટાકડાઓ ઝટપટ ફોડી દઈને,ચહેરા ઉપર ફૂલઝડી સમ ઝરતું સ્મિત લઈને;કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ....

ડો. કેશુભાઈ દેસાઈ – વળ્યાં શું પાછાં

સોનેટ : શિખરિણી દિવાળી સૌને છે – નહિ ફકત મારા નસીબમાં ;   થયું જે અંધારું અબ લગણ એ ઓસર્યું નહીં ! તમારાં ‘કોડીલાં’ પડી સડી રહ્યાં સ્ટોરરૂમમાં, નથી ચેતાવ્યાં મેં, નહિ નહિ રચી રંગપૂરણી. તમે ત્યારે દ્વારે હળુ હળુ...