Tagged: વરસાદ

પ્રજ્ઞા વશી ~ આભ ગોરંભે ચડી * Pragna Vashi

આભ ગોરંભે ચડી અથડાય છે વરસાદમાં,ને ધરાનાં ચીર પણ ધોવાય છે વરસાદમાં. કેમ એની આંખમાં શ્રાવણ વહે વૈશાખમાં ?રેશમી અલગાવ અહીં પોંખાય છે વરસાદમાં. વીજ થૈને એમ તારું દૂરથી ચમકી જવુંતોય મન તો દાઝવા લોભાય છે વરસાદમાં લાગણી ટહૂકે ભીની...

હર્ષદ ચંદારાણા ~ ગરજતા મેઘ * Harshad Chandarana

ગરજતા મેઘ, ગાતાં વાદળાં ઘનઘોર આવ્યાં છે,નવાં કૈં ગીત લઈને કેટલા ટાગોર આવ્યા છે. હતું નભ સાવ ખાલીખમ, અડકતા પીંછી વાદળની,થયું એ વહાલનો કાગળ, આ એવા પ્હોર આવ્યાં છે. પડે માથે ને ચમકાવે, મને વિહ્વળ કરે છાંટા,પહેરી મેઘ-ધનુનાં વસ્ત્ર એ...

કિશોર બારોટ ~ વરસાદ * Kishor Barot

ધોરીયા ધારે આભથી પડતું મુકતો રે વરસાદ.તીરની પેઠે ભોંયમાં ‘ખચાક’ ખૂંપતો રે વરસાદ. ડુંગરાઓ ઉથલાવશે જાણે, વાયરે એવો વેગ.આભને ઊભું ચીરતી ‘સટાક’ વીજની તાતી તેગ. હુમ..હુડૂડૂ  સિંહની પેઠે હૂંકતો રે વરસાદ.તીરની પેઠે ભોંયમાં ‘ખચાક’ ખૂંપતો રે વરસાદ. નાહી માથાબોળ વાળ...

ભગવતીકુમાર શર્મા ~ એવું કાંઈ નહીં * Bhagavatikumar Sharma

હવે પહેલો વરસાદ ~ ભગવતીકુમાર શર્મા હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદએવું કાંઈ નહીં !હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,એવું કાંઈ નહીં ! સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,સાવ કોરી અગાસી અને...

અનિલ જોશી ~ પેલ્લા વરસાદનો છાંટો * Anil Joshi

પેલ્લા વરસાદનો છાંટો  પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયોહું પાટો બંધાવાને હાલી રે…વ્હેંત વ્હેંત લોહી મારું ઊંચું થિયું નેજીવને તો ચડી ગઈ ખાલી રે… સાસુ ને સસરાજી અબઘડીયે આવશેકાશીની પૂરી કરી જાતરા રે…રોજિંદા ઘરકામે ખલ્લેલ પોંચાડે મુનેઆંબલીની હેઠે પડ્યા કાતરા રે… પિયુજી છાપરાને...