અનિલા જોશી ~ સૈયર શું કરીએ * Anila Joshi

કોયલ ટહુકે સવારના ને સાંજે કનડે યાદ, સૈયર શું કરીએ?

આંખોમાં છે ફાગણિયો ને પાંપણમાં વરસાદ, સૈયર શું કરીએ?
ઊંઘમાં જાગે ઉજાગરો ને શમણાંની સોગાદ સૈયર શું કરીએ?

મુંગામંતર હોઠ તો મારા ને હૈયું પાડે સાદ, સૈયર શું કરીએ?
પિયર લાગે પારકું કે સાસરિયાનો સ્વાદ, સૈયર શું કરીએ?

પગમાં હીરનો દોર વીંટાયો ને ઝરણાંનો કલનાદ, સૈયર શું કરીએ?
તનમાં તરણેતરનો મેળો ને મનમાં છે મરજાદ, સૈયર શું કરીએ?

~ અનિલા જોશી

કવિના જન્મદિને સ્મૃતિવંદના

2 Responses

  1. સરસ લયબદ્ધ રચના ખુબ ગમી અભિનંદન

  2. 'સાજ' મેવાડા says:

    મરજાદની અવઢવ સરસ રીતે ધૃવ પંક્તિ, “સૈયર શું કરીએ?” માં વ્યક્ત થાય છે.

Leave a Reply to 'સાજ' મેવાડા Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: