કોયલ ટહુકે સવારના ને સાંજે કનડે યાદ, સૈયર શું કરીએ?
આંખોમાં છે ફાગણિયો ને પાંપણમાં વરસાદ, સૈયર શું કરીએ?
ઊંઘમાં જાગે ઉજાગરો ને શમણાંની સોગાદ સૈયર શું કરીએ?
મુંગામંતર હોઠ તો મારા ને હૈયું પાડે સાદ, સૈયર શું કરીએ?
પિયર લાગે પારકું કે સાસરિયાનો સ્વાદ, સૈયર શું કરીએ?
પગમાં હીરનો દોર વીંટાયો ને ઝરણાંનો કલનાદ, સૈયર શું કરીએ?
તનમાં તરણેતરનો મેળો ને મનમાં છે મરજાદ, સૈયર શું કરીએ?
~ અનિલા જોશી
કવિના જન્મદિને સ્મૃતિવંદના

મરજાદની અવઢવ સરસ રીતે ધૃવ પંક્તિ, “સૈયર શું કરીએ?” માં વ્યક્ત થાય છે.