જગદીશ ધનેશ્વર ભટ્ટ ~ પાદરની કેડી * Jagdish Dhaneshwar Bhatt

સાવ સૂની પાદરની કેડી
કોઈ મળે ના સંગી-સાથી, કોઈ લિયે ના તેડી
સાવ સૂની પાદરની કેડી.

આગળ વધવું એ જ આરદા કોઈ શકે ના રોકી,
અટવાતાં અંધારાં ભેદી નજર રહી અવલોકી,
વીજ તણા ચમકારે હળવે ભવની ભાવટ ફેડી,
સાવ સૂની પાદરની કેડી.

આંખ ઊઘડતાં જોયા આગળ અજવાળાંના ડેરા,
સાસ-ઉસાંસે ખરતા દીઠા જનમ જનમના ફેરા,
રોમ રોમ જાગે અરમાને, પગની તૂટી બેડી,
સાવ સૂની પાદરની કેડી

કોઈ મળે ના સંગી-સાથી, કોઈ લિયે ના તેડી
સાવ સૂની પાદરની કેડી.

~ જગદીશ ધનેશ્વર ભટ્ટ

3 Responses

  1. હરીશ દાસાણી says:

    પાદરની કેડી સૂની છે પણ પથિક તો ચાલતો જ રહે.

  2. વાહ ખુબ સરસ રચના બધા શેર ખુબ ગમ્યા અભિનંદન

  3. 'સાજ' મેવાડા says:

    ખૂબ સરસ, એકલતાની, વેદનાની, અભિવ્યક્તિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: