પ્રજ્ઞા વશી ~ ઉંબરો છોડી

ઉંબરો છોડી ગગન તું  માપી   લે
જાતને તું એ રીતે  બસ પામી  લે….

બે કદમ તું, ચાલશે તો ત્યાં  પછી
આભ પણ ઝૂકી જશે તું થામી લે….

એકલી તું  છે, દિશાઓ , ધૂંધળી
તું જ તારી, સારથિ, રથ હાંકી લે….

તું  નથી  સીતા, નથી  તું,  દ્નોપદી
છે અલગ તાસિર, તુજ બતલાવી લે….

તું  નિયંતા,  તું વિધાતા,  વિશ્વની
તું જ સર્જન, ને વિસર્જન, માની લે…

~ પ્રજ્ઞા વશી

સુરતના આ કવિ પ્રજ્ઞાબહેને મહિલાદિન માટે જ, એક ઉદ્દેશ્યથી આ રચના કરી છે અને એમાં સફળ થયાં છે. એમની ખૂબી છે કાવ્ય રજૂ કરવામાં. અને રજૂઆતમાં તેઓ મેદાન મારી જાય છે…

23 thoughts on “પ્રજ્ઞા વશી ~ ઉંબરો છોડી”

  1. પ્રજ્ઞાબેન વશીની રચના ઉમંગ ભરી દે તેવી છે. હારી થાકીને બેઠેલી સ્ત્રી આ વાંચીને નવું જોમ ભરી બેઠી થઇ જાય. અભિનંદન પ્રજ્ઞાબેન 🌹🌹🌹

  2. Varij Luhar

    આભ પણ ઝૂકી જશે… વાહ સરસ ગઝલ અને આસ્વાદ

  3. શૈલેષ પંડયા નિશેષ

    ખુબ સરસ…ધન્યવાદ.. આવી સરસ ગઝલ માટે.. પ્રજ્ઞાબેન..

  4. હતાશ નારીને ઝકઝોરીને ટટ્ટાર કરી દે.. નવું જોમ ભરી દે એવી રચના આપવા બદલ પ્રજ્ઞાબહેન ને અભિનંદન.

  5. ઉમેશ જોષી

    પ્રજ્ઞાબેન વશી સરસ ગઝલ છે.
    મત્લાનો શેર વધુ ગમ્યો.
    અભિનંદન

  6. પ્રજ્ઞા વશી

    ખૂબ ખૂબ આભાર લતાબેન . મહિલાદિવસ માટે લખેલી રચના આપને તેમજ મિત્રોને ગમી એ બદલ આપ સહુનો ખૂબ આભાર.

  7. Kirti Kumar Goswami

    સુંદર કાવ્ય રચના. સ્ત્રીઓ માં જોશ , ઉત્સાહ, પ્રેરણા ભરનારું સર્જન.

  8. રત્ના જરીવાલા.(વિદૂષી)

    ખૂબ સુંદર કાવ્ય પ્રજ્ઞાબહેન. નારીશક્તિનું સચોટ આલેખન.🙏

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *