રક્ષા શુક્લ

વ્હાલપનું વાદળ વરસે ને તારાનું ટમટમતું અચરજ.

ગુજરાતીના ગગન વચાળે અઢળક ચાંદા, અઢળક સૂરજ.

નરસીં જાણે ધ્રૂવતારક ને મીરાંબાઈ છે મીનપિયાસી,

પાઘડિયુંના વળની વચ્ચે શોભી ઉઠે ગુર્જરવાસી.

કૃષ્ણ-સુદામો કરે ગોઠડી, લળી-લળી ઝાંકે સૌ દાસી,

મા ગૂર્જરથી થાકું તો ખોળો પાથરતી હિન્દી માસી.

ત્રિલોક થંભે, ખમીર છલકે, ડણકું દે જ્યાં ગીરમાં સાવજ, 

ગુજરાતીના ગગન વચાળે અઢળક ચાંદા, અઢળક સૂરજ.

રેતીના દરિયા વચ્ચે એ હાથ-હલેસાં લઈ તરવાનો,

ગુજરાતી મીઠ્ઠી બાની બોલે એવી જાણે પરવાનો.

હું જ પુરાતન, હું જ સત્યકહી ઉજળા એ શ્વાસો ભરવાનો,

દરિયાદિલ ગરવો ગુજરાતી રુદિયામાં આસન ધરવાનો.

વણજ અને વેપારે છે ગુજરાત મોખરે, સૌમાં દિગ્ગજ.

ગુજરાતીના ગગન વચાળે અઢળક ચાંદા, અઢળક સૂરજ.

~ રક્ષા શુક્લ

આજના દિને ગુજરાતીને અને ગુજરાતી ભાષાને લાડ લડાવતું રક્ષાબહેનનું આ કાવ્ય.

7 Responses

  1. આજે માત્રુભાષા દિવસે રક્ષાબહેન નુ ખુબ સરસ કાવ્ય ગુજરાતી ઓ ને ગૌરવ અપાવતો દિવસ ખુબ ખુબ અભિનંદન આપ ને પણ આદિવસે અભિનંદન આપ પણ નિસ્વાર્થ ભાવે ગુજરાતી ભાષા ની સેવા કરો છો

  2. Minal Oza says:

    માતૃભાષાનું ગૌરવ ગાન ગાતું મજાનું કાવ્ય. અભિનંદન.

  3. જય ગીરા ગર્જરી. ખૂબ સરસ કાવ્ય

  4. Raksha Shukla says:

    છબીલભાઈ
    મીનલબેન
    મેવડાજી
    આપ સહુનો ખૂબ ખૂબ આભાર…Regards

  5. Raksha Shukla says:

    લતાબેન, ખૂબ આભાર કે મારા કાવ્યોને અહીં વ્ સ્થાન આપવા બદલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: