અમૃત ઘાયલ Amrut Ghayal

જવાળા છે વડવાનલ છે જબરદ્સ્ત દાહ છે
આ દાહનું જ દોસ્ત ખરું નામ ચાહ છે

હોવા છતાં પનાહ, બધા બે પનાહ છે

આ આપણી હયાતી અજબ સેરગાહ છે

વર્ષોથી જેની ખોજમાં વિહવળ નિગાહ છે

કહે છે કે આ શહેરમાં એક કજકુલાહ છે

જુલ્ફો સિયાહ જાણે કે એક રાત મેઘલી

આંખો ગઝલી એમની ખ્વાબ ગાહ છે

હરકત દિમાગી કર નહીં પઢ રૂહથી નમાઝ

એ શેખ, આ મસીદ નથી ખાનકાહ છે

ચમક્યું નથી કદાપિ ચમકશે નહીં કદાચ

મારું નસીબ યાને મુકદ્દર સિયાહ છે

ખેંચી ગઈ’તી મુજને તરસ મયકદે ધરાર

’ઘાયલ’ ખરું કહું છું ઈલાહી ગવાહ છે.

~ અમૃત ઘાયલ

કજકુલાહ= બાંકી અદા    ખાનકાહ=આશ્રમ    સિયાહ=શ્યામ   ઈલાહી=અલ્લાહ

2 Responses

  1. ખુમારી ના કવિ શ્રી ની દમદાર કવિતા પ્રણામ

  2. સ્મૃતિ વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: