શૈલેષ પંડ્યા ‘નિશેષ’ ~ પહેરે છે
કદીક એ ઝરણ, કદી પહાડ પહેરે છે,
કવિ શબદનું નીત લીલું ઝાડ પહેરે છે.
સૂરજ તણી નથી તમા કદી એ આંખને,
જે ચાંદથી ઉછીનો લઈ ઉઘાડ પહેરે છે.
એ આજ શોધવા જ નીકળ્યા છે છાંયડો,
અહમ્ તણા ઊંચા ઊંચા જે તાડ પહેરે છે.
શું સાચવે સબંધ એ નઝરની આશનાં,
નયન મહીં જે કાચની તિરાડ પહેરે છે.
તું દેને લાજ ઢાંકવા ધજા તારી પ્રભુ,
જે મા શરીર ચીથરું જ માંડ પહેરે છે.
~ શૈલેષ પંડ્યા ‘નિશેષ’
છેલ્લો શેર કમાલનો થયો છે. એમ તો પહેલો અને ત્રીજો શેર પણ ખૂબસૂરત છે.
ગઝલના બંધારણ બાબત જાણકારો કહી શકે.
શબદનું ઝાડ નિતલીલું ખરું પણ એ માત્ર કવિ માટે. તિર્યક રીતે ભાવની અભિવ્યકિત કરતી કવિતા.
Thanks
khub saras che sir
To dene laj dtakva Tari dhaja prabhu, વાહ kya bat hai
Thanks
ખુબ ખુબ આભાર…..
કવિ શબદનું નીત લીલું ઝાડ પહેરે છે.
વાહ કવિ…સરસ અભિવ્યક્તિ છે.
Thanks
Super
Thanks
Superb sir
છેલ્લા શેરમાં માની લાજ ઢાંકવા ભગવાનની ધજાની માંગણી કરીને કવિએ કમાલનો કટાક્ષ કર્યો છે. સારી ગઝલ વાંચ્યાંનો આનંદ થયો.
ખુબ સરસ.. આભાર મિત્ર..
Nice Sir 👍
આભાર.. શિલ્પાજી…
શું સાચવે સબંધ એ નઝરની આશનાં,
નયન મહીં જે કાચની તિરાડ પહેરે છે.
વાહ… અદ્દભુત
આભાર…
આ સરસ મજાની કાવ્ય કને ગઝલની વેબસાઈટ પર મારી ગઝલ પ્રસિધ્ધ થઈ એ માટે લતા હિરાણીનો ખાસ આભાર અને મારા સૌ ભાવકોને બહોળા પ્રમાણમાં સારું વાંચવા મળે એનો વિશેષ આનંદ.. આપ સૌનો હૃદયથી આભારી..
આ તો મારો પણ આનંદ છે શૈલેષભાઈ
મસત ગઝલ
પણ તણા,તણી,મહીં જેવા શબ્દો અવગણો તો વધુ જામશે.
મસ્ત ગઝલ
પણ તણા,તણી,મહીં જેવા શબ્દો અવગણો તો વધુ જામશે.
આભાર
ખુબ સરસ મજાની રચના જે ઉંચા તાડ જેવા છે તેને છાયડો તો કયાંથી મળે કયાક આપ્યું હોય તોજ મળે અભિનંદન કવિ શ્રી ને
Thanks… Sirji
ખૂબ સરસ ગઝલ.
આભાર સાહેબ…
ખૂબ સરસ સૈલેશ સાહેબ 👌👌👌
Thanks Parthbhai…
વાહ… સુંદર શેરિયત સાહેબ
Superb sir
Thank you so much…. Diptimam.. Really appreciate your attitude…
Thanks again..
ઠીકઠાક ગઝલ…
નીત લખાશે કે નિત?
ઠીકઠાક?