પંકજ ચૌહાણ ‘કમલ’ ~ વણી લે * Pankaj Chauhan
ઘર હવામાં આવડે ચણતાં; ચણી લે,
શ્વાસને જો આવડે ગણતાં; ગણી લે.
વિશ્વ આખું પાઠશાળા છે અનેરી,
પાઠ થોડા આવડે ભણતાં: ભણી લે.
આત્મહત્યા ખુદ અહંકારી કરી લે,
ગર્વ એનો આવડે હણતાં, હણી લે
ઘાવ વકરી જાય ના એવી જ રીતે,
પ્રેમપૂર્વક આવડે ખણતાં; ખણી લે.
જે નથી કહેવા જેવી પીડા જગતને,
એ ગઝલમાં આવડે વણતાં; વણી લે.
~ પંકજ ચૌહાણ ‘કમલ’
કવિ પંકજ ચૌહાણનો કાવ્યસંગ્રહ – ‘સ્પર્શ ફૂલોનો’
સ્વાગત છે કવિનું ‘કાવ્યવિશ્વ’માં.
પંકજ ચૌહાણ * ‘સ્પર્શ ફૂલોનો’ * સ્વયં * 2022
ખુબ સરસ કાવ્ય કવિ શ્રી ને ખુબ ખુબ અભિનંદન અને તેમના કાવ્યસંગ્રહ નુ સ્વાગત
સરસ રચના. અભિનંદન.
સરસ. હવામાં ઘર ચણવાની અને શ્વાસ ગણવાની વાત કરીને કવિએ વાસ્તવ સૃષ્ટિમાંથી ઉપાડીને કાવ્યસૃષ્ટિમાં મૂકી દીધા.
ખૂબ સરસ ગઝલ, કવિ શ્રી પંકજ ચૌહાણને આવકાર, અભિનંદન.
કવિ શ્રી પંકજ ચૌહાણની ગઝલ ખૂબજ સરસ છે.
અભિનંદન….
Wah
ઠીકઠાક રચના…