શૈલેષ પંડ્યા ‘નિશેષ’ ~ પહેરે છે

કદીક એ ઝરણ, કદી પહાડ પહેરે છે,

કવિ શબદનું નીત લીલું ઝાડ પહેરે છે.

સૂરજ તણી નથી તમા કદી એ આંખને,

જે ચાંદથી ઉછીનો લઈ ઉઘાડ પહેરે છે.

એ આજ શોધવા જ નીકળ્યા છે છાંયડો,

અહમ્ તણા ઊંચા ઊંચા જે તાડ પહેરે છે.

શું સાચવે સબંધ એ નઝરની આશનાં,

નયન મહીં જે કાચની તિરાડ પહેરે છે.

તું દેને  લાજ ઢાંકવા ધજા તારી પ્રભુ,

જે મા શરીર ચીથરું જ માંડ પહેરે છે.

~ શૈલેષ પંડ્યા ‘નિશેષ’

છેલ્લો શેર કમાલનો થયો છે. એમ તો પહેલો અને ત્રીજો શેર પણ ખૂબસૂરત છે.

ગઝલના બંધારણ બાબત જાણકારો કહી શકે.

33 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    શબદનું ઝાડ નિતલીલું ખરું પણ એ માત્ર કવિ માટે. તિર્યક રીતે ભાવની અભિવ્યકિત કરતી કવિતા.

  2. Kirtichandra Shah says:

    To dene laj dtakva Tari dhaja prabhu, વાહ kya bat hai

  3. શૈલેષ પંડયા says:

    ખુબ ખુબ આભાર…..

  4. ઉમેશ જોષી says:

    કવિ શબદનું નીત લીલું ઝાડ પહેરે છે.
    વાહ કવિ…સરસ અભિવ્યક્તિ છે.

  5. Alfaj says:

    Super

  6. Anonymous says:

    Superb sir

  7. Anonymous says:

    છેલ્લા શેરમાં માની લાજ ઢાંકવા ભગવાનની ધજાની માંગણી કરીને કવિએ કમાલનો કટાક્ષ કર્યો છે. સારી ગઝલ વાંચ્યાંનો આનંદ થયો.

  8. Nakar Shilpama'am says:

    Nice Sir 👍

    • શૈલેષ પંડયા નિશેષ says:

      આભાર.. શિલ્પાજી…

  9. રમેશ મારૂ says:

    શું સાચવે સબંધ એ નઝરની આશનાં,

    નયન મહીં જે કાચની તિરાડ પહેરે છે.

    વાહ… અદ્દભુત

  10. શૈલેષ પંડયા નિશેષ says:

    આ સરસ મજાની કાવ્ય કને ગઝલની વેબસાઈટ પર મારી ગઝલ પ્રસિધ્ધ થઈ એ માટે લતા હિરાણીનો ખાસ આભાર અને મારા સૌ ભાવકોને બહોળા પ્રમાણમાં સારું વાંચવા મળે એનો વિશેષ આનંદ.. આપ સૌનો હૃદયથી આભારી..

  11. ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી" says:

    મસત ગઝલ
    પણ તણા,તણી,મહીં જેવા શબ્દો અવગણો તો વધુ જામશે.

  12. ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી" says:

    મસ્ત ગઝલ
    પણ તણા,તણી,મહીં જેવા શબ્દો અવગણો તો વધુ જામશે.

  13. ખુબ સરસ મજાની રચના જે ઉંચા તાડ જેવા છે તેને છાયડો તો કયાંથી મળે કયાક આપ્યું હોય તોજ મળે અભિનંદન કવિ શ્રી ને

  14. ખૂબ સરસ ગઝલ.

  15. PARTH GOPIYANI says:

    ખૂબ સરસ સૈલેશ સાહેબ 👌👌👌

  16. Pravin sarvaiya says:

    વાહ… સુંદર શેરિયત સાહેબ

  17. Dipti Baliya says:

    Superb sir

    • Nishesh says:

      Thank you so much…. Diptimam.. Really appreciate your attitude…
      Thanks again..

  18. ઠીકઠાક ગઝલ…
    નીત લખાશે કે નિત?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: