ગુલામ અબ્બાસ ‘નાશાદ‘ ~ મનમાં સળવળ Gulam Abbas

મનમાં સળવળ ઈચ્છા જેવું
જોયું  છે  મેં  સપના જેવું.

કાગળ કોરો મેજ ઉપર છે
ના સૂઝે કંઈ લખવા જેવું.

રાત ફરી લંબાતી ચાલી
ક્યાંય નથી અજવાળા જેવું.

કામ ખરેખર થાતું હો તો
હું પણ લઈ લઉં બાધા જેવું.

જખ્મી પગ પૂછે કે છે ક્યાં?
પગદંડી કે રસ્તા જેવું.

હાય્ હેલો છે સારા સંબંધ
પાસ નથી બહુ જાવા જેવું.

હાથ પ્રસારુ ઈશ્વર સામે
દિલમાં લાગે થડકા જેવું.

ભીડ નથી માફક તો નાશાદ
રહેવું પડશે અળગા જેવું.

~ ગુલામ અબ્બાસ નાશાદ

સરળતાનું સૌંદર્ય

1 Response

  1. 'સાજ' મેવાડા says:

    વાહ, નાશાદ સાહેબ, ટૂંકી બહેરમાં મસ્ત ગઝલ.

Leave a Reply to 'સાજ' મેવાડા Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: