એષા દાદાવાળા ~ નવું વર્ષ

નવું વર્ષ

વેક્સિનનું વર્ષ રહે….

તૂટી જનારા સપનાંઓની કરચો સામે

રક્ષણ આપનારી વેક્સિન

અવ્યક્ત ઇચ્છાઓને વ્યક્ત કરવામાં

મદદ કરે એવી વેક્સિન

ગમતી વ્યક્તિ સાથે હોય

ત્યારે પળોને સદીઓ જેવડી લાંબી કરી આપે એવી વેક્સિન

પ્રતીક્ષા ટૂંકી કરી આપે,

જીવવી ગમે એવી સાંજોને ખેંચી-ખેંચીને મોટી કરી આપે…

ચહેરા પર પહેરેલા તમામ

માસ્ક ઉતારી આપે

એવી વેક્સિન નવા વર્ષે શોધાઇ જાય…

થોડું ઘણું નવું અને બાકી,

જૂનું બધું જ નવું થઇને મળે

એવું “નવું વર્ષ” મુબારક !!!

એષા દાદાવાળા

કોઈપણ વિષય હોય, પોતાના વિચાર કાવ્યાત્મક રીતે રજૂ કરવામાં આ કવયિત્રી માહેર છે. અછંદના લયને પ્રભાવાત્મક રજૂ કરવાની કળા આ કવયિત્રી પાસે છે. કવિતામાં સૂચવાઈ છે એવી વેક્સિન હવે આ સૂના અને યંત્રવત, નિષ્પ્રાણ થઈ ગયેલા જીવન માટે પણ એટલી જ જરૂરી… નવા વર્ષના પ્રથમ દિવસે એષાની આશામાં આપણે પણ સૂર પુરાવીએ.

સાભાર : ‘વરતારો’ કાવ્યસંગ્રહ 

1.1.21

Purushottam Mevada, Saaj

13-04-2021

કવિયત્રી એષા દાદાવાળા આમેય અછાંદસના ખાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: