સંજુ વાળા ~ રહીએ જેમ * Sanju Vala

રહીએ,  જેમ તમે  જી ! રાખો ! 
કાં અબોલા અમથી આવા, કૈ તો ડહાપણ દાખો !

વરત – આખડી સૌ મૂકી દઉં, ના કોઈ પૂજું  દેવ
પૂછી  બીડું  પલક, ખીંટીએ  ટાંગુ  સઘળી   ટેવ 
ત્યાં જ  ઉડીએ , જ્યાં  ઉડાડે તમે દીધેલી પાંખો !
રહીએ,  જેમ તમે  જી ! રાખો !

મેં  ક્યાં  માંગ્યું ? સોને-રૂપે  માંઝી  દો  મનસૂબા
ઝળઝળિયાં દો, તો પણ મારે રતન-છલોછલ કૂબા
ધૂળધફોયા  ખોળે  જરાક, અમી  નજર તો  નાખો !
રહીએ,  જેમ તમે  જી ! રાખો ! ……

~ સંજુ વાળા

આખુંયે ગીત, સરળ શબ્દોમાં સ્ત્રીના મનોભાવોનું સુંદર ચિત્રણ આપે છે. એના હૃદયની ઝંખના ઉત્કટતા તો જુઓ !-‘પૂછી  બીડું  પલક, ખીંટીએ  ટાંગુ  સઘળી   ટેવ’… મીરાંબાઈ તાદૃશ થાય છે…  અને આ ઉત્કટતા જ કાવ્યને ઉત્તમ કક્ષામાં મૂકી આપે છે. 

2.1.21

કિશોર બારોટ

13-04-2021

ગીત બહુજ ગમ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: