રિન્કુ રાઠોડ ‘શર્વરી’ ~ હું ગઝલ લખતી રહું

હું ગઝલ લખતી રહું બે વાત પર,

એક તારા પર બીજી વરસાદ પર.

હું પ્રથમ આખું નગર ભેગું કરું,

ને પછી ચર્ચા કરું એકાદ પર.

મેં કહ્યું કે, ” માપમાં રહેજે જરા”

યાદ ત્યાં આવી ચડી વિખવાદ પર.

હું અરીસો થઈ જરા ઊભી રહી,

પથ્થરો આવી ગયા છે જાત પર.

તું બધી ફરિયાદ લઈને આવજે,

પણ શરત છે,આવજે વરસાદ પર.

રિન્કુ રાઠોડ ‘શર્વરી’

એક તાજી અને તેજસ્વી કલમ એટલે રીંકું રાઠોડ ! વરસાદની કુમકુમ બિંદીઓ લઈને એણે એક આખો ગઝલસંગ્રહ આપ્યો છે, ‘દૃશ્યો ભીનેવાન’. એ પહેલાનો સંગ્રહ ‘અક્ષર સાડા પાંચ’ રીંકું રાઠોડ એક સફળ સંચાલક પણ છે.

આ ગઝલમાં મત્લા અને અંતનો શેર વરસાદ માટે, ભાવનો ઉદ્રેક લઈને આવ્યા છે. વરસાદ સાથે પ્રિયજન ન સંકળાય તો જ નવાઈ ! વચ્ચેના તમામ શેર એટલા જ ચોટદાર થયા છે. આંસુ અને વરસાદ એક બનીને વહે ત્યારે પાસે પ્રિયજનનું હોવું સાર્થક.

સાભાર –  1. ‘અક્ષર સાડા પાંચ’  2.  ‘દૃશ્યો ભીનેવાન’  કાવ્યસંગ્રહો  

14.1.21

Purushottam Mevads, Saaj

13-04-2021

કવિયત્રી રીન્કુ જી, ખૂબજ સરસ ગઝલો લખે છે, આ પણ ગમી.

રીંકું રાઠોડ

13-04-2021

અંતઃકરણપૂર્વક આભાર.
રોજ સાહિત્યના નવાં નવાં સ્વરૂપોનો રસથાળ વાચકો સમક્ષ મુકવાનું તથા માતૃભાષાની માવજત કરવાનું સ્તુત્ય કાર્ય આપ કરી રહ્યા છો.. સાદર વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: