રવિગાન

પૃથ્વીના આંસુ જ તેના સ્મિતને ખીલતું રાખે છે.

*

પ્રચંડ મરુભૂમિ ઘાસના એક તરણાના પ્રેમ કાજ તડપ્યા કરે છે; પણ તરણું ડોકું ધુણાવે છે, હસે છે, અને ઊડી જાય છે.  

*

સૂર્યના વિયોગમાં જો આંસુ સારશો તો તમે તારાઓનું દર્શન પણ ગુમાવશો.

*

‘હે સાગર, તારી ભાષા કઈ છે ?

‘શાશ્વત પ્રશ્નની’

‘હે આકાશ, તારા ઉત્તરની ભાષા શી છે ?’

‘શાશ્વત મૌનની’  

સાભાર : ‘રવિ–લહર’ – વસંત પરીખ 

4.4.21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: