સ્નેહા પટેલ

તું મારામાં ખોવાઈ જાય

પછી

હું

મને

મારામાંથી

સંપૂર્ણપણે

પાછી મળું છું.

– સ્નેહા પટેલ

ઉપરના શબ્દોને સળંગ લખી નાખો તો વ્યાકરણની દૃષ્ટિએ પૂરું ગદ્ય વાક્ય છે પણ એમાં કવિતા છે…. પૂર્ણ અનુભુતિની અભિવ્યક્તિનું કાવ્ય રચાઇ  ગયું છે … શબ્દો એક પછી એક તૃપ્તિના બુંદની જેમ ટપકયા છે.

ચાલો જોઇએ આ જ કવયિત્રીની બીજી આવી જ એક નાનકડી કવિતા…

રાતે સૂતીવેળા …. તારો છેલ્લો વિચાર હું …. અને….. આંખ ખૂલતીવેળા …. મારી નજર સામે તું.. જિંદગી, તારી પાસેથી …. વધારે ક્યાં કંઈ માંગ્યું છે અમે ! – સ્નેહા પટેલ

સાભાર – ‘અક્ષિતારક’ કાવ્યસંગ્રહ 

8.4.21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: