હર્ષિદા  દીપક ~ સાવ સૂની

સાવ સૂની શેરીઓમાં આવ, પગલાં પાડીએ! 
હાથમાં લઈ હાથ’ને બસ પ્રેમથી પંપાળીએ! 
એક – બે કોશોમાં  વસતાં કેટલાં નગરો અહીં, 
વ્હાલને વાદળ ગણીને આભ લગ વિસ્તારીએ! 
આંગણામાં એક નાનો છોડવો ઊગ્યો ભલે, 
એ સુગંધી છોડવાને હુંફથી સંવારીએ! 
દંભના બુરખાઓ પહેરી આ રમકડાં કૂદતાં, 
પ્રેમ – કરુણા જ્યોતથી એમને અજવાળીએ! 
જુઠના ઢગલા પડ્યા છે ચોક – ચૌટે – શેરીએ, 
એ જ ઢગલામાંથી સાચા હિરલા સંભાળીએ! 
રાત પડતાં ચાંદની અજવાળતી હર પંથને, 
ચંદ્રમાની આ ધવલ જ્યોતે જીવન શણગારીએ! 
જિંદગીના  આ બગીચે કેટલાં ફૂલો ખીલ્યાં, 
નામ રાધે – કૃષ્ણનું મનમાં હૃદયમાં રાખીએ! 

– હર્ષિદા  દીપક

આ સૃષ્ટિ પર હજી જીવન છે, હજી સૂર્ય ઊગે છે ને હજી ધરા ફરે છે એની પાછળ માત્ર અને માત્ર સ્નેહના ચંદ્રની ટમટમતી જ્યોત કારણભૂત છે. એક ઈશ્વરીય સુગંધ આ બગીચાને ખીલતો રાખે છે. એક બાળકનો જન્મ થાય છે કે છોડ પર એક ફૂલ ખીલે છે કે વૃક્ષને નવી કૂંપળ ફૂટે છે એનો અર્થ કે હજી ઈશ્વરનો ભરોસો માણસ પરથી ખૂટ્યો નથી. સવારના છાપાઓમાં કે ચારેબાજુ બનતા બનાવોથી મન ક્ષુબ્ધ થઈ જાય ત્યાં જ ખૂણે ખાંચરે એકાદી નાનકડી વાત, ઘટના જરૂર એવી જડી જાય કે ફરી આશાનો દિપક ઝગમગી ઊઠે. નાસીપાસ થયેલી શ્રદ્ધા ફરી જાગી ઊઠે. કાળઝાળ નકારાત્મકતામાં જીવવાનું બળ ત્યાંથી જ મળે એમાં કોઈ સંશય ન હોય. સુકાઈ ગયેલી આંખોને ભેજવાળી બનાવતા આવા કેટલાય અદના માનવીઓની કરુણાને, સાચને સલામ કરીએ.

13.7.21

લલિત ત્રિવેદી

15-07-2021

વાહ વાહ

આભાર આપનો

14-07-2021

લલિતભાઈ, વારીજભાઈ, મેવાડાજી, સિકન્દરભાઇ, છબીલભાઈ, સરલાબહેન અને હર્ષિદાબહેન આપ સૌનો આભાર.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ કાવ્યપ્રેમીઓનો આભાર.

15.7.21

Sarla Sutaria

14-07-2021

હર્ષિદાબેનનું સુંદર મજાનું ગીત…

હર્ષિદા ત્રિવેદી

14-07-2021

નમસ્કાર

આપના કાવ્ય વિશ્વ બ્લોગ પર મારી રચના સાથે આસ્વાદને સ્થાન આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર….

સિકંદર મુલતાની

13-07-2021

વાહ…
સરસ ગીત..!!

છબીલભાઈ ત્રિવેદી

13-07-2021

આજનુ હર્ષિદા બેન નુ કાવ્ય ખુબજ સરસ હજી ઈશ્ર્વર ને માણસ જાત વિશ્ર્વાસ છે એટલેજ નવા નવા માનવ ફુલો નુ અવતરણ થાય છે જેટલુ નકારાત્મક છે એનાથી વધુ હકારાત્મક છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

આપનો કાવ્ય અંગે નો પ્રતિભાવ પણ ખુબજ માણવા લાયક

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

13-07-2021

હર્ષિદાબહેનું આ ગીત વસુધૈવ કુટુંબકમ્ ની ભાવનાને ઉજાગર કરે છે.

Varij Luhar

13-07-2021

આવ પગલાં પાડીએ…. વાંચીને આનંદ થયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: