રમેશ ચૌહાણ ~ રોઈ થાકી

સંકોચાઇ જાત નિરંતર

રોઈ થાકી આંખ નિરંતર

સંકોચાઈ જાત નિરંતર

નિષ્ફ્ળ છે સપનાં આ મારા

ભીડી નિષ્ફ્ળ બાથ નિરંતર

એક જ ટૂકડો રોટી માટે

રડી રહ્યું છે બાળ નિરંતર

આગળ પાછળ કોઇ નથી ને

ટોડે બોલે કાગ નિરંતર

જીત બીતને નાખ કૂવામાં

મેં જોઈ છે હાર નિરંતર

આજકાલ બહુ થયા કરે છે

ઊંચાનીચા પ્રાણ નિરંતર  – રમેશ ચૌહાણ

રોજબરોજના જીવનની વાત સરળ શબ્દોમાં સચોટ રીતે વણાઈ છે. બીજા શેરમાં ‘નિષ્ફળ’ શબ્દ બે વાર આવતો રોકી શકાયો હોત તો શેર વધુ સારો બનત.

13.9.21

***

છબીલભાઈ ત્રિવેદી

15-09-2021

આજનુ કાવ્ય વિશ્ર્વ નુ કાવ્ય ખુબજ સુન્દર રોજબરોજ ની બનતી ઘટનાઓ નુ સુંદર વર્ણન ભાઈ શ્રી રમેશ ચૌહાણે તેમની રચના મા કરેલુ છે અને દરેક ના જીવન ની ઘટના ઓ કાવ્ય મા વર્ણવાય અેટલે કાવ્ય પોતીકુ લાગતુ હોય છે આભાર લતાબેન

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

14-09-2021

સરસ ગઝલ છે. લતાજી એ કહ્યું એ પ્રમાણે નિષ્ફળ શબ્દને બે વાર લેવાથી શેર કાચો પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: