દિપાલી લીમકર ‘દીપ’  ~વાયરો વહેતો રહ્યો 

વાયરો વહેતો રહ્યો ને જાગતી રહી રાત છે.

લાજના પડદાની પાછળ એવી તે શું વાત છે ?

સ્પંદનો ભીના હૃદયને રોજ આવી ભીંજવે

ને ક્ષણો ઉત્સુક મિલનની, શ્વાસ પરની ઘાત છે

કેમ ભૂલું હું અષાઢી ટેરવાના સ્પર્શને ?

આ ધધકતા રણમાં કેવળ એક તો સૌગાત છે

કોઈનાં પણ મૌનને પળમાં કરે છે બોલતું

શાયરોનાં શબ્દમાં કેવી અજબ તાકાત છે.

આવીને આઠે પ્રહર વસવાટ કરતા આંખમાં

તારા સ્વપ્નો પણ વગર ભાડાના ભાડુઆત છે. – દિપાલી લીમકર ‘દીપ’

‘દિવ્ય ભાસ્કર’માં દસ વર્ષ કાવ્યાસ્વાદની કૉલમ ‘કાવ્યસેતુ’ લખી અને હવે આ ‘કાવ્યવિશ્વ’ શરૂ કર્યે એક વરસ હમણાં પૂરું થશે, જેમાં દરરોજ એક કાવ્ય મૂકવામાં આવે છે, આ અનુભવે એ તારવી આપ્યું છે કે કવિતાક્ષેત્રે કવિઓની સરખામણીમાં બહેનો ખૂબ ઓછી છે. અલબત્ત, છેલ્લા થોડાક વર્ષોમાં કવયિત્રીઓના થોડા નામો ઘણું ઝળહળ્યાં છે તેમ છતાંયે કવિતાક્ષેત્રે બહેનોની સંખ્યા ખૂબ ઓછી છે એ તો સ્વીકારવું જ રહ્યું. જેઓ ખૂબ સારું લખે છે તેઓ પણ મોટેભાગે જીવનના ચારેક દાયકા પછી એટલે કે પોતાના ગૃહિણી તરીકેના રોલમાંથી થોડી હળવાશ પ્રાપ્ત થયા પછી જ પ્રવૃત્ત થયા છે. આવી કવયિત્રીઓને જો શરૂઆતથી જ મોકો મળ્યો હોત તો !! પ્રોત્સાહન મળ્યું હોત તો !

દિપાલી લીમકર અબુધાબીમાં રહીને કાવ્યોપાસના કરે છે. એમની કલમ કેળવાતી રહે અને તેઓ ખૂબ સારા કાવ્યો આપે એવી શુભેચ્છાઓ.    

14.9.21

Sarla Sutaria

18-09-2021

ખૂબ સુંદર રચના ..

આભાર આપનો

15-09-2021

આભાર આપનો

છબીલભાઈ, મેવાડાજી, લલિતભાઈ, સિકંદરભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

15-09-2021

આજનુ દિપાલીબેનનુ કાવ્ય ખુબજ સરસ બહેનો આ ક્ષેત્રમાં ખુબ ઓછા છે તે હકિકત છે પરંતુ જે છે તે ખુબજ સારુ લખે છે અને સાહિત્ય સેવા પણ ખુબ સારી કરે છે જેમનો ઉત્કૃષ્ટ દાખલો આપ છો કેટલી મહેનત આપ કરો છો ખુબ ધન્યવાદ આભાર લતાબેન

છબીલભાઈ ત્રિવેદી

15-09-2021

આજનુ દિપાલીબેનનુ કાવ્ય ખુબજ સરસ બહેનો આ ક્ષેત્રમાં ખુબ ઓછા છે તે હકિકત છે પરંતુ જે છે તે ખુબજ સારુ લખે છે અને સાહિત્ય સેવા પણ ખુબ સારી કરે છે જેમનો ઉત્કૃષ્ટ દાખલો આપ છો કેટલી મહેનત આપ કરો છો ખુબ ધન્યવાદ આભાર લતાબેન

સિકંદર મુલતાની

14-09-2021

વાહ..
બહોત ખૂબ..!!

લલિત ત્રિવેદી

14-09-2021

સ્વાગત

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

14-09-2021

દીપાલીજી અવારનવાર ફેસબુક માં એમની ગઝલો, કવિતાઓ મૂકે છે, ખૂબજ સરસ હોય છે. આ ગઝલ પણ એમની સુંદર રચના છે. કવિતા હવે બહેનોને વરી છે, એ ખૂબ આનંદની વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: