લોકગીત – સાત સાત ભાઈઓ

સાત સાત ભાઈઓ ને એક બેનડી રે લોલ

પહેરી ઓઢી કરે લીલા લહેર જો…

સાત ભોજાઈમાં નણંદ લાડક્યાં રે લોલ.. 

બાલુડો વેશ બેનીનો વયો ગયો રે લોલ 

મંડાણી લગનિયાની વાત જો

લગન લીધાં બેનીના ઢૂંકડા રે લોલ

એ જી રે… લગન લીધાં બેનીના ઢૂંકડા રે લોલ… 

પાણી પરમાણે પૈસો વાપર્યો રે લોલ

પેટિયું પટારા પચાસ જો

કરિયાવર કર્યો બેનીને સામટો રે લોલ

એ જી રે.. કરિયાવર કર્યો બેનીને સામટો રે લોલ..

લઈને હાલ્યા બેનીબા સાસરે રે લોલ

આવડે નહીં રસોડાના કામ જો

સુખી માવતરની આ તો દીકરી રે લોલ

એ જી રે… સુખી માવતરની આ તો દીકરી રે લોલ.. 

સાસુએ મેણાં સંભળાવિયા રે લોલ

નણદલે દીધી એને ગાળ્ય જો

કાગળ લખ્યો બેનીએ કારમો રે લોલ

એ જી રે… કાગળ લખ્યો બેનીએ કારમો રે લોલ

વે’લા આવો રે મારાં વીરલા રે લોલ

દુખમાં ઘેરાણી તારી બેન જો

કાગળ વાંચીને વે’લા આવજો રે લોલ

એ જી રે… કાગળ વાંચીને વે’લા આવજો રે લોલ

સાતમ વીતી ને વીરો ના આવ્યા રે લોલ

કાઢી નાખ્યા પંડમાંથી પ્રાણ જો

કાણે જવાબ સૌએ સાંભળ્યો રે લોલ..  

સાત સાત ભાઈઓ ને એક બેનડી રે લોલ

પહેરી ઓઢી કરે લીલા લહેર જો

સાત ભોજાઈમાં નણંદ લાડક્યાં રે લોલ

એ જી રે…સાત રે ભોજાઈમાં નણંદ લાડક્યાં રે લોલ    

સૌજન્ય : માવજીભાઇ.com  

12.9.21

Sarla Sutaria

18-09-2021

“કોણ હલાવે લીમડી કોણ હલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભઈલો ઝૂલાવે ડાળખી” ગીત યાદ આવી ગયું. ????

આભાર આપનો

15-09-2021

આભાર આપનો

છબીલભાઈ અને મેવાડાજી.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

12-09-2021

ખુબ સરસ લોકગીત દાદા અને દિકરીનો પ્રેમ ભાઈ ભોજાય નણંદ સાસુ સસરા દિયર જેઠ આબધા પાત્રો લોકગીત મા વણાયેલા છે કુટુંબ ભાવના અને સંસાર ની કડવી મીઠી વાતો ખુબ સારી રીતે લોકગીત મા વણાયેલી છે આભાર લતાબેન

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

12-09-2021

ખૂબ દર્દીલું ગીત. આવા ગીતો એ સમયની સંસારિક ઘટનાઓનો નીર્દેશ કરે છે. જોક હજ અમૂક‌ સમાજમાં આવું બનતું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: